SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ જાણકારી વર્તમાન ચોવીશીના ૨૦-૨૦ તિર્થંકર ભગવંતો જે પાવન શિખર પરથી સિધ્ધિવધૂને વર્યાં છે એવા સિધ્ધિ શિખર શ્રી સમ્મેત શિખરજીની પ્રાચીનતા કોટિ કોટિ સાગરોપમ પૂર્વથી અધિક છે. આ અવસર્પિણીકાળમાં ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ ભગવાનના ચરણકમળથી સર્વપ્રથમવાર શ્રી સમ્મેત શિખરની પાવનભૂમિ પુનીત બની હતી. જે મહાતીર્થની સ્તવના કરતાં શ્રી આદિશ્વર ભગવાને દેશનામાં ફરમાવ્યું હતું કે ‘આ પુનીત ભૂમિ ઉપરથી વર્તમાન ચોવીશીના ૨૦ તીર્થંકરો શિવ૨મણીને વરશે. શ્રી આદિનાથ પ્રભુની દેશના સાંભળીને પ્રથમ ચક્રી ભરત મહારાજા પણ આ તીર્થભૂમિને ભેટીને પાવન બન્યા હતા. બસ ત્યારથી આ શ્રી સમ્મેતશિખર તીર્થોધિરાજ તરીકે પ્રસિધ્ધિને પામ્યું. આ મહાતીર્થ ૫૨ ૨૦તીર્થકરો નિર્વાણ પામ્યા છે. પરંતુ ૨૩મા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથ ભગવાનનો આ મહાતીર્થ સાથે ઋણાનુબંધ વધુ હોય એવું લાગે છે. પ્રભુ પાર્શ્વનાથે ૩૦ વર્ષે દીક્ષા સ્વીકાર્યા પછી ૮૪માં દિવસે કેવળજ્ઞાન પામ્યા છે. ત્યારપછી પરમાત્મા વારંવાર આ પાવનભૂમિ ઉપર પધાર્યા છે. પરમાત્માના અનેક સમવસરણો પણ આ સ્થળ પર રચાયા છે. કેવળજ્ઞાની પરમાત્માની દેશના સાંભળીને અનેક જીવો પ્રતિબોધ પામ્યા છે. માત્ર જૈન જ નહિ જૈનેતરો પણ પ્રભુની દેશનાથી ભાવિત બન્યા છે. એ વાતના સાક્ષી ઈલાકાના આદિવાસી લોકો છે. જેઓ પ્રભુ પાર્શ્વને ‘પારસનાથ મહાદેવ, પારસનાથ બાબા' વગેરે અનેક નામોથી સંબોધે છે. તથા પ્રભુ પાર્શ્વનો મહિમા અહીં વિસ્તરેલો છે એનું બીજું એક પ્રમાણ દરસાલ પ્રભુ પાર્શ્વ જન્મકલ્યાણક દિન-પોષ દશમીએ મોટો મેળો ભરાય છે. જેમાં માત્ર જૈન નહિ જૈનેતરો પણ વિશાળ સંખ્યામાં ઉમટી પડે છે. તથા ત્રીજું કારણ ઈસ૨ી રેલ્વે સ્ટેશનનું નામ જ પારસનાથ સ્ટેશન તરીકે પ્રસિધ્ધ બન્યું છે. અને ચોથું કારણ શ્રી સમ્મેતશિખર શ્રી સમ્મેતશિખર પાર્શ્વનાથ ૩
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy