SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ નગરની બહાર આવેલો છે તે મોટો તપસ્વી છે અને ચમત્કારી પણ છે તેથી લોકો તેના દર્શન માટે પડાપડી કરે છે. સેવકે જોગીની ઓળખાણ આપી. એ જોગી ચમત્કારી છે એમ તે શી રીતે જાણ્યું ?' પાર્થકુમારે ફરીને પ્રશ્ન કર્યો. કૃપાળુ, મેં તો કોઈ ચમત્કાર જોયો નથી. પરંતુ લોકોના મોઢેથી સાંભળ્યું છે કે તેણે ઘણા ચમત્કારો કરી બતાવ્યા છે. અનેકના રોગ મટાડ્યા છે. અનેકના સંસારમાં સુખનો સૂરજ ઉગાડ્યો છે. જે લોકોને લક્ષ્મીની કામના હતી તેઓની ઈચ્છાપરિ પરિપૂર્ણ કરી છે. સંતાન વિહીનોને સંતાન થાય તેવા આશીર્વાદ આપ્યા ‘ત્યારે તો કલ્પવૃક્ષ પોતે જ સામે ચાલીને અહીં આવ્યું છે એમ જ ને.....?' પાર્શ્વકુમારે જરા સ્મિત કરતાં કહ્યું. “હા...મહારાજ, લોકો તો એવી જ ભ્રમણામાં છે? | ‘ત્યારે તો આપણે કલ્પવૃક્ષને નજરે નિહાળવું પડશે.” આમ કહીને પાર્શ્વકુમારે કમઠ પાસે જવાની તૈયારી આરંભી. પાર્શ્વકુમાર થોડા સેવકો સાથે કમઠના સ્થાને ગયા. ત્યાં કમઠને પંચાગ્નિ તપ કરતો જોવામાં આવ્યો. પછી ત્રિવિધ જ્ઞાનધારી પાર્શ્વકુમારે ઉપયોગ દેતા અગ્નિના કુંડમાં કાષ્ઠના અંદરના ભાગે રહેલા એક મોટા સર્પને બળતો જોયો તેથી કરૂણાનિધિ પાર્શ્વકુમાર બોલ્યા: “ઓહ..! આ તે કેવું અજ્ઞાન...! જે તપમાં દયા નથી, તે તપ જ નથી. દયા વિના ધર્મ કેવો....?” ત્યારે કમઠે કહ્યું : “રાજપુત્રો તો હાથી-ઘોડા વગેરે ખેલાવી અને ધર્મ તો અમારા જેવા મુનિઓ જ જાણે...' કમઠની વાણીમાં ભારોભાર ગર્વનો નશો રમતો હતો. કમઠના અભિમાનથી ભરેલા શબ્દો સાંભળીને તત્કાળ પોતાના સેવકને આજ્ઞા કરી : “આ કુંડમાંથી આ કાષ્ઠ ખેંચી કાઢો. અને તેને યતનાથી ફાડો જેથી આ તાપસને ખાતરી થાય..' શ્રી ધરણેન્દ્ર દેવ ૨૪૪
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy