SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદેવે કાયા પરના તમામ આભૂષણો ઉતારી નાખ્યાં તે વખતે ઈન્દ્ર પાસે આવીને જાણે ચંદ્રના કિરણોથી જ વણેલું હોય તેવું ઉજ્જવળ અને ઝીણું દેવદુષ્ય વસ્ત્ર પ્રભુના અંધ ઉપર આરોપણ કર્યું. ઋષભદેવે પંચ મુષ્ટિથી કેશનો લોચ કર્યો. પ્રભુના દીક્ષોત્સવથી નારકીના જીવોને પણ ક્ષણવાર સુખ ઉત્પન્ન થયું. ઋષભદેવ સ્વામીને મનઃ પર્યવ જ્ઞાન તરત જ ઉત્પન્ન થયું. પ્રભુએ મંથર ગતિએ ડગ માંડ્યા. ચાર હજાર રાજાઓ ઋષભદેવની સાથે ચાલી નીકળ્યા અને દીક્ષા ગ્રહણકરી. | પ્રભુને અન્ન ન લીધાને દિવસોના દિવસો વ્યતીત થઈ ગયા. દીક્ષા અને મૌનવ્રત ધારણ કર્યા પછી તેમણે અન્નનો દાણો પેટમાં નાખ્યો નથી. અને એક દિવસ વિહાર કરતાં કરતાં ઋષભદેવસ્વામી ગજપુર નગરમાં આવ્યા, પ્રભુના સ્વાગતની ભવ્ય તૈયારીઓ થઈ. નગરજનોએ તો પોતાના ઘરબાર સુધ્ધા અર્પણ કરી દીધા. કોઈએ મણિમુકિતાની રેલમછેલ કરી પણ પ્રભુને આ કંઈ ખપતું નથી. | ગજપુર નગરીના રાજા સોમયશ એટલે બાહુબલીના પુત્ર. રાજા સોમયશના પુત્ર શ્રેયાંસકુમારના કાને ઋષભદેવ પ્રભુ પધાર્યાના સમાચાર આવ્યા ત્યારે તેઓ આનંદિત બની ઊઠ્યા. ઋષભદેવ સ્વામી રાજભવનન દ્વારે આવીને ઊભા રહ્યાં પ્રભુને જોતાં જ શ્રેયાંસકુમારને પૂર્વજન્મનું જ્ઞાન પ્રાપ્ત થયું. શ્રેયાંસકુમાર અતિ આનંદિત થઈને પ્રભુના ચરણોમાં પડ્યો. શ્રેયાંસકુમારે પ્રભુના મુખકમળનું અવલોકન કર્યું. અને એણે કહ્યું : “અરે...પ્રભુ તો સુધાથી ક્ષામકુક્ષી છે, જેણે સર્વસ્વ તર્યું છે, એને હાથી, ઘોડા, મણિમુક્તાની શી જરૂર છે ? અરે કોઈ દોડો...ત્યાં તાજા ઈશ્કરસ (શેરડી)ના ઘડા તૈયાર છે. લાવો...પ્રભુની ક્ષુધા અને તૃષા બન્ને એનાથી શાંત થશે.' શ્રેયાંસકુમાર ઈશ્કરસના કુંભો પ્રભુના હસ્તરૂપી પાત્રમાં ખાલી કરવા લાગ્યો. આકાશમાંથી દેવતાઓએ રત્નોની વૃષ્ટિ કરી. પંચવર્ણના પુષ્પોની પણ શ્રી ચક્રેશ્વરી દેવી ૨૮૦
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy