SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શંખેશ્વર તીર્થ તરફ સંઘ લઈ જવાની તૈયારીઓ થવા લાગી. સંઘમાં હર્ષનું વાતાવરણ છવાઈ ગયું. આચાર્ય મહારાજ શ્રી વર્ધમાનસૂરીજીએ સંઘની સાથે પ્રણામ કર્યું. જુદા જુદા ગામે રાત્રી રોકાણ કરતો સંઘ શંખેશ્વર તરફ જવા આગળ વધતો હતો. સંઘમાં પણ હર્ષોલ્લાસ પૂર્વક તપ આરાધના થતી હતી. સૌ કોઈ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું ચિંતન કરતા રહેતા હતા. | ઉનાળાના દિવસો હતા. અસહ્ય તાપ હતો. આચાર્ય ભગવંત શ્રી વર્ધમાનસૂરીજી ઉઘાડા મસ્તકે અને અડવાણા પગે સંઘની સાથે ચાલી રહ્યાં હતા. માર્ગમાં એક ઘટાદાર વૃક્ષ પાસે થોડીવાર વિશ્રામ લેવા માટે આચાર્ય મહારાજ જયણાપૂર્વક આસન બિછાવીને બેઠા. આચાર્ય ભગવંત વયોવૃધ્ધ હતા. તેમાંય ઉગ્ર તપશ્ચર્યા હતી. લાંબો વિહાર અને ધોમધખતો તાપ. વાતાવરણમાં લૂ વરસતી હતી. આકાશમાં ચકલુંય ફરકી ન શકે તેવો તાપ હતો. અસહ્ય તાપના કારણે વયોવૃધ્ધ આચાર્ય ભગવંત શ્રી વર્ધમાનસૂરીજી મહારાજનું સ્વાથ્ય લથડયું. એમનું શરીર અસ્વસ્થ બન્યું. આચાર્ય મહારાજના મુખે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું નામ સ્મરણ હતું અને અંતરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા બિરાજમાન હતી. અને થોડીવારમાં તો આચાર્ય ભગવંતનો ભવ્ય આત્મા શરીર ત્યાગીને ચાલ્યો ગયો. સંઘમાં શોક છવાઈ ગયો. વાતાવરણ ગમગીન બની ગયું. આચાર્ય ભગવંતની વિદાયથી સંઘમાં આવેલા સૌના હૈયા રડી પડ્યા. સૌની આંખો ભીની થઈ ગઈ. આચાર્ય ભગવંત શ્રી વર્ધમાનસૂરીજી મ. નો આત્મા વ્યંતરદેવ તરીકે ઉત્પન્ન થયો. તે દેવ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ (તીર્થ) ના અધિષ્ઠાયક આચાર્યભગવંત શ્રી વર્ધમાનસૂરિજી મ. ૨૦૬
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy