SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યભગવંત શ્રી વર્ધમાનસૂરિજી મ. ગુજરાતના ગૌરવસમા મંત્રીઓ વસ્તુપાલ - તેજપાલે ગુજરાતના રાજકીય, સામાજીક, આર્થિક તેમજ ધાર્મીક જીવનને પુનઃ જીવિત કરવામાં મોટો ફાળો આપેલો છે. આબુ-દેલવાડામાં બાંધેલું અદ્ભુત કલાત્મક જિનપ્રાસાદ ‘લુણવસતી’ વીતેલા કાળની સાક્ષી પૂરે છે. વસ્તુપાલ તેજપાલે તેમના જીવનકાળ દરમ્યાન અનેક ધર્મકાર્યો કર્યા હતા. આચાર્ય ભગવંત શ્રી વર્ધમાનસૂરિજી મહારાજ વસ્તુપાળ – તેજપાળના સમયમાં થઈ ગયા હતા. વિક્રમ સંવત ૧૨૩૮ની સાલમાં લખાયેલી એક હસ્તપ્રત મુજબ વસ્તુપાળ - તેજપાળે બધુ મળીને ૩,૭૩,૭૨,૧૮,૮00 ત્રણ અબજ, તોતેર કરોડ, બોંતેર લાખ, અઢાર હજાર આઠસોથી વધુ રકમનો દ્વવ્યનો વિવિધ કાર્યો માટે સવ્યય કર્યો હતો (જૈન રત્ન ચિંતામણિના આધારે) તેમના રસોડેથી રોજના ૧૮૦૦ સાધુ મહાત્માઓને સુપાત્ર દાન દેવાતું હતું. તેમની દાનશાળામાં રોજના ૧૦૦૦ભિક્ષુકો ભોજન કરતા હતા. વસ્તુપાળ - તેજપાળ વર્ષમાં ત્રણવાર સાધર્મિક વાત્સલ્ય કરતાં હતા. એક હજાર સંઘપૂજા કરાવી હતી. સાતસો સદાવ્રતો કરાવ્યા હતા. વસ્તુપાળ- તેજપાળે ૨૧ આચાર્યોને પદવી મહોત્સવ કરાવ્યો હતો. ૩૫00 તપોધન ગચ્છ સંન્યાસીની સ્થાપના કરી હતી. પ00 બ્રાહ્મણો રોજ વેદ ભણતા. મહાત્માઓને આહાર આપવા માટે એક હજાર સિંહાસનો કરાવ્યા હતા. તપસ્વીઓને રહેવા માટે ૭૦૧ મઠ બંધાવ્યા હતા, વસ્તુપાળ – તેજપાળે ૯૮૪ પૌષધશાળા બંધાવી હતી. ૮૮૨ વેદશાળાઓ કરાવી. ૩૬ લાખ દ્રવ્ય ખર્ચીને ખંભાતમાં જ્ઞાનભંડાર કરાવ્યા. તેમજ સાતસો ધર્મશાળાઓ બંધાવી. વસ્તુપાળ – તેજપાળે ૧૩૦૦ શિખરબંધી જિનાલયો કરાવ્યા હતા. ત્રણ હજાર બસો બે જિન પ્રાસાદનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. એક લાખ અને પાંચ આચાર્યભગવંત શ્રી વર્ધમાનસૂરિજી મ. ૨૦૨
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy