SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ રાત્રિકાળ થઈ ગયો હતો. આથી મહારાજા પ્રજાપાલ અને મંત્રી બુધ્ધિસાગરે વટવૃક્ષની નીચે જ રાત્રિ પસાર કરવાનો નિર્ણય કર્યો. મહારાજા આડે પડખે થયા અને મંત્રી જાગૃત અવસ્થામાં રહીને ચોકી પહેરો ભરવા લાગ્યા. મધ્યરાત્રિ થતાં દૂરથી સંગીતના સૂરોનો દિવ્ય ધ્વનિ મંત્રીના કાને અથડાવા લાગ્યો. મહારાજા પણ દિવ્ય સંગીતના સૂરોથી ઊઠી ગયા. રાજા અને મંત્રીને ભારે નવાઈ ઉપજી. અત્યારે આવા ભેંકાર ભાસતા ગાઢ વન્ય પ્રદેશમાં સંગીતના સૂરો કોણ છેડી રહ્યું છે ? બન્ને કુતુહલવશ થઈને જ્યાંથી સંગીતના સૂરો સંભળાઈ રહ્યાં હતા તે દિશા તરફ આગળ વધ્યા. એક યોજન ચાલ્યા બાદ દિવ્ય સંગીત જ્યાંથી આવતું હતું ત્યાં પહોંચ્યા. આ શું ? દેવો શ્રી નરઘોષ નામના મુનિવરનો કેવળજ્ઞાન મહોત્સવ ઉજવી રહ્યાં હતા. દેવો વિવિધ દૈવી વાઘો દ્વારા સંગીતના સુમધુર સૂરો છેડી રહ્યાં હતા. વાતાવરણમાં પવિત્રતા અને દિવ્યતા છવાઈ ગઈ હતી. રાજા અને મંત્રીના જીવનમાં આવો આહ્લાદક અને અલૌકિક પ્રસંગ પ્રથમવાર આવેલો હોવાથી બન્નેના અંતરમનમાં હર્ષ માતો નહોતો. રાજા અને મંત્રી કેવળી ભગવંતના દર્શનથી ધન્ય બની ઊઠ્યા. કેવળી ભગવંતે જિન-ભક્તિનો પ૨મ મહિમા દર્શાવતી દેશના આપી. રાજા અને મંત્રી ભાવુક બનીને કેવળી ભગવંતની દેશના હૈયામાં ઉતારી રહ્યાં હતા. દેશનાનું શ્રવણ કરીને રાજા અને મંત્રીએ શ્રી જિનપૂજા કર્યા વિના અન્નજળ ન લેવાનો દૃઢ નિશ્ચય કર્યો. કેવળી ભગવંતને પુનઃ વંદના કરીને રાજા અને મંત્રી વટવૃક્ષ પાસે આવી પહોંચ્યા. રાત્રિનો અંતિમ પ્રહર ચાલી રહ્યો હતો. એકાદ ઘટિકા બાદ સૂર્ય મહારાજ પૃથ્વીપટને ભીંજવવા આવવાના હતા. પ્રથમ દિવસે જ રાજા અને મંત્રીના દૃઢ નિશ્ચયની પરીક્ષા થવાની હતી. ગાઢ વન્ય પ્રદેશમાં જિનબિંબ ક્યાં મળે ? શ્રી જિનપૂજા શી રીતે કરાશે ? રાજા અને મંત્રીનાં મનમાં આ પ્રશ્નો ઉત્પન્ન થયા. પ્રાતઃકાળ થયો. એમ કરતાં મધ્યાન્હ થયો. રાજા અન્ન અને જળ વિના અશક્ત જેવો બની ગયો. મંત્રીને ૪૫ શ્રી ભટેવા પાર્શ્વનાથ
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy