SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ | વિક્રમ સંવત ૧૨૧૮ના ફાગણ વદ - ૧૦ ના ભીમપલ્લીના શ્રી વીર જિનાલયમાં શ્રી જિનપતિસૂરિને આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિશ્વરજી મહારાજે દીક્ષા આપ્યાનો ઉલ્લેખ છે. અનેક પ્રભાવક આચાર્યોએ આ તીર્થની યાત્રા કરી છે. શ્રી વીર જિન પ્રાસાદનો જીર્ણોધ્ધાર વિક્રમ સંવત ૧૩૧૭ માં થયાનો ઉલ્લેખ છે. અહીં શ્રી ગુરૂ ગૌત્તમ સ્વામી ગણધરની મૂર્તિની વિક્રમ સંવત ૧૩૩૪માં પ્રતિષ્ઠા કરાઈ હતી. વિક્રમ સંવત ૧૩૪૪ના લેખવાળી શ્રી અંબિકા દેવીની મૂર્તિ આજે પણ છે. વિક્રમ સંવત ૧૩૮૨માં અહીં આચાર્ય ભગવંત શ્રી જિનોદય સૂરિની દીક્ષા સંપન્ન થઈ હતી. એવા પ્રમાણ મળે છે કે આ તીર્થના નામ પરથી ભીમપલ્લીગચ્છ'નો આરંભ થયો હતો. વિક્રમ સંવત ૧૩૫૨માં અહીં ૧૨ જૈના ચાર્યોએ સાથે ચાતુર્માસ કરેલું. - વિક્રમ સંવત ૧૩પ૩ની સાલમાં બે કારતક માસ હતા. તેથી ચાતુર્માસ બીજા કારતક માસની પૂર્ણિમાના પુરૂં થાય, પરંતુ તપાસગચ્છના આચાર્ય ભગવંત શ્રી સોમ પ્રભસૂરિએ વિદ્યાના બળે જોયું કે આ નગરીનો ટૂંકા સમયમાં નાશ થવાનો છે. આથી આચાર્ય ભગવંતે કારતક માસની (પ્રથમ) પૂર્ણિમાએ ચાતુર્માસ પૂર્ણ કરીને તુરત જ વિહાર કરી ગયા. અહીંના જૈનો પણ ભવિષ્યવાણી સાંભળીને ચાલ્યા ગયા. જૈનોએ રાધનપુર નગર વસાવ્યું. આચાર્યશ્રીની ભવિષ્યવાણી સત્ય ઠરી. વિક્રમ સંવત ૧૩૫૫-૫૬માં અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ અલફખાને ભીલડિયાનો નાશ કર્યો. એ પછી કાળના પ્રવાહમાં અનેક સૈકાઓ પસાર થઈ ગયા. આ નગરને લોકો ભૂલી ગયા. એકવાર ડીસાના ધરમચંદ મહેતાના હૈયામાં અહીં નગર વસાવવાના કોડ જાગ્યા. તેમણે અણદા ગામના ભીલડિયા બ્રાહ્મણને પ્રેરણા કરીને વિક્રમ સંવત ૧૮૭૨માં ગામ વસાવ્યું. જે ભીલડીના નામથી પ્રસિધ્ધ થયું. વિક્રમ સંવત ૧૮૯૦માં જિનાલયનું નિર્માણ થયું. અને સંવત ૧૮૯૨માં પ્રતિષ્ઠા કરાઈ. શ્રી ઉમેદવિજયજી મહારાજના પ્રયત્નોથી આ તીર્થ વધારે પ્રકાશમાં આવ્યું. વિક્રમ સંવત ૧૯૩૬માં આ તીર્થનો વહીવટ પાટણના વીરચંદભાઈએ સંભાળ્યો. શ્રી ભીલડિયાઝું પાર્શ્વનાથ ૩૯
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy