SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા માટેની રજા આપી મુમુક્ષુ મોહનભાઈને સં. ૧૯૫૭ના મહા વદી દશમના દિવસે મુનિરાજ શ્રી ધર્મવિજયજી મહારાજે સમી ખાતે દીક્ષા પ્રદાન કરી અને મોહનભાઈની સાથે ભાવનગરના એક મુમુક્ષુએ પણ દીક્ષા ગ્રહણ કરી. મોહનભાઈનું નામ મુનિ ભક્તિવિજય જાહેર થયું વડી દીક્ષા ઊંઝામાં થઈ. સંવત ૧૯૫૭માં પ્રથમ ચાતુર્માસ ગુરૂ મહારાજ સાથે મુનિ ભક્તિ વિજયજી મહારાજે વીરમગામમાં કર્યું ત્યાં તેમણે યોગવહન અને શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. સંવત ૧૯૫૮નું ચાતુર્માસ માંડલ કર્યું. અહીં મુનિ શ્રી ભક્તિ વિજયજી મહારાજે સંસ્કૃતનો અભ્યાસ કર્યો સંવત ૧૯૫૯નું ચાતુર્માસ મહેસાણા કર્યું અહીં જ્ઞાન ધ્યાનાદિની પ્રાપ્તિ થઈ. સંવત ૧૯૬૦નું ચાતુર્માસ પાટણ કર્યું તથા સં. ૧૯૬૧નું ચાતુર્માસ વીરમગામ કર્યું. સંસ્કૃત, પાકૃત તથા ધર્મશાસ્ત્રાદિનો વિશદ અભ્યાસ કરવા વિ.સં. ૧૯૬૨નું ચાતુર્માસ બનારસમાં પૂર્ણ કર્યું. સં.૧૯૬૬નું ચાતુર્માસ પાલી (રાજસ્થાન) માં કર્યું. સંવત ૧૯૬૭નું ચાતુર્માસ સાણંદમાં કર્યું. સંવત ૧૯૬૮નું ચાતુર્માસ શ્રી સંઘની વિનંતીથી જન્મભૂમિ સમીમાં કર્યું. સં. ૧૯૬૯નું ચાતુર્માસ સાદડીમાં તથા સંવત ૧૯૭૦નું ચાતુર્માસ પાલીમાં કર્યું. સંવત ૧૯૭૧નું ચાતુર્માસ અમદાવાદ શાહપુર તથા સં. ૧૯૭૨નું પાલીતાણા કર્યું. સંવત ૧૯૭૩નું ચાતુર્માસ વીરમગામ કર્યું. અહીં શ્રી વિજયવીરસૂરીજી પાસે ઉપાંગનુ યોગોવહન કર્યું. સં. ૧૯૭૪નું ચાતુર્માસ વીરમગામ કર્યું. આચાર્ય શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજાએ સં. ૧૯૭૫ના અષાઢ સુદ-૨ ના રોજ મુનિ ભક્તિ વિજયજી મહારાજને ગણિ પદવી અને અષાઢ સુદી-૫ ના પંન્યાસ પદવી અર્પણ કરી. સં. ૧૯૭૫નું ચાતુર્માસ કપડવંજ કર્યું. સં. ૧૯૭૬નું ચાતુર્માસ પાલીતાણા, સં. ૧૯૭૭નું માંગરોળમાં તથા સં. ૧૯૭૮નું વઢવાણમાં કર્યું. | વિક્રમ સંવત ૧૯૭૯નું ચાતુર્માસ સમીમાં, સંવત ૧૯૮૦નું વીરમગામમાં, સં. ૧૯૮૧નું ભાવનગર કર્યું. સંવત ૧૯૮૨નું પાટડી, સં. ૧૯૮૩નું વઢવાણ કેમ્પમાં, સં. ૧૯૮૪નું રાધનપુર તથા સંવત ૧૯૮૫નું ચાતુર્માસ શાહપુર કર્યું, સંવત ૧૯૮૬નું ચાતુર્માસ માણસા, સંવત ૧૯૮૭નું ચાતુર્માસ મહેસાણા કર્યું, સંવત ૧૯૮૮નું સુરતમાં ભવ્ય ચાતુર્માસ કર્યું. અનેક ધર્મકાર્યો, તપશ્ચર્યાઓ આ. પૂ. શ્રી ધર્મસૂરીજી મ. ૨૧૩
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy