SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ભગવંતોના સમાગમ અને સત્સંગથી તેમના જીવનમાં વૈરાગ્યના બીજ રોપાયા. કાળક્રમે સામાયિક, પ્રતિક્રમણ, નવકારી અને તિવિહારાદિ વ્રતનિયમોથી તેમનું જીવન ધાર્મિક આરાધનામાં ઓતપ્રોત બની ગયું હતું. - મોહનલાલે બાલ્યવયમાં જ પોતાનું જીવન સુસંસ્કારોથી એવું સુગંધિત કરી દીધું કે ભ્રમર જેમ પુષ્પ પ્રત્યે આકર્ષાય તેમ અન્ય બાળકો તેમની પાસે ધાર્મિક કથાઓ વગેરે સાંભળવા અને જાણવા માટે આવવા લાગ્યા. આ સમયે તેમને પૂજય શ્રી ધર્મવિજયજી મહારાજનો સમાગમ થયો. તેઓશ્રીની અમૃત સમાન વૈરાગ્યવાણી સાંભળીને મોહનલાલનો આત્મા ઝંકૃત થયો અને પ્રથમ મંગલરૂપે તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા માટે શુભ પ્રસ્થાન કર્યું. ખૂબજ ઉલ્લાસ પૂર્વક વિધિ-સહિત નવ્વાણું યાત્રા કરીને ઘેર આવ્યા. અને રાત્રિએ સ્વપ્ર આવતાં તેમણે સવારે જાગૃત થઈને સંયમનો માર્ગ ગ્રહણ કરવાનો નિશ્ચય કર્યો. અને તે માટેની હિલચાલ શરૂ કરી દીધી. આ સમયે સમી ગામની સમીપે ચાણસ્મામાં પૂજ્યશ્રી ધર્મવિજયજી મહારાજ સપરિવાર બિરાજમાન હતા. જેમણે જૈન સમાજના ભાવી અભ્યદય માટે અથાગ પરિશ્રમ વેઠીને કાશી (બનારસ) જઈ જૈન સમાજમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અપૂર્વ ફેલાવો કર્યો. ઠેક-ઠેકાણે સંસ્કૃત, પાત તથા ધાર્મિક પાઠશાળાઓની સ્થાપના કરી, વિશ્વમાં કાશીવાળા શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીના શુભ અભિધાનથી પ્રખ્યાત થયા. ભાઈ મોહનલાલ તરતજ ચાણસ્મા ગયા. ત્યાં પૂજ્ય શ્રી ધર્મવિજયજી મહારાજનું વૈરાગ્યમય વ્યાખ્યાન સાંભળતાં ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી. અને તેમણે ગુરૂ મહારાજને પોતાની ભાવના જણાવી. - પૂ. શ્રી ધર્મવિજયજી મહારાજ મોહનલાલની મુખાકૃતિની ભવ્યતા અને વૈરાગ્ય-ગર્ભિત વિનયશીલ વાણી ઉપરથી અનુમાન બાંધ્યું કે આ બાળક કોઈ સામાન્ય કોટિનો આત્મા નથી, આ બાળક ભવિષ્યમાં જૈન શાસનનો તેજસ્વી તારલાની માફક ઝળકી ઉઠનારો છે. પૂ. શ્રી ધર્મવિજયજી મહારાજે સંમતિ આપી અને શ્રી સંઘે મોહનલાલને હી આ. પૂ. શ્રી ધર્મસૂરીજી મ. ૨૧૨
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy