SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ. સંવત ૧૯૮૯નું ચાતુર્માસ લાલ બાગ માં થયું. સંવત ૧૯૯૦નું ચાતુર્માસ ખંભાતમાં તથા સંવત ૧૯૯૧નું ચાતુર્માસ ભાવનગર કર્યું. ૧૯૯૨ના વૈશાખ સુદી-૪ના પાલીતાણા ખાતે પં.શ્રી ભક્તિવિજયજી મ., ઉપા. શ્રી માણેકસાગરજી મ., ઉપા. કુમુદવિજયજી મ. તથા પં. શ્રી પદ્મ વિજયજી મ. ને આગમોધ્ધારક આચાર્ય પ્રવર શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા. સંવત ૧૯૯૨નું ચાતુર્માસ આ.ભ.પૂ. ભક્તિ સૂરીજી મ. આદિ એ લીંબડીમાં કર્યું. ૧૯૯૩નું ચાતુર્માસ સમીમાં કર્યું. સંવત ૧૯૯૪નું ચાતુર્માસ પાટણમાં કર્યું. સંવત ૧૯૯૫નું વઢવાણમાં, સંવત ૧૯૯૬નું જામનગર કર્યું. સંવત ૧૯૯૭નું ચાતુર્માસ પાલીતાણામાં સંવત ૧૯૯૮નું ચાતુર્માસ વીરમગામમાં કર્યું. સંવત ૧૯૯૯નું ચાતુર્માસ સમીમાં કર્યું, મહેસાણા સંઘના આગ્રહથી વિ.સં. ૨૦OOનું ચાતુર્માસ મહેસાણા કર્યું. - સંવત ૨૦૦૧નું ચાતુર્માસ થરામાં થયું. સં. ૨૦૦૨નું ચાતુર્માસ ખંભાતમાં તથા સંવત ૨૦૦૩નું ચાતુર્માસ કપડવંજ, સં. ૨૦૦૪નું ચાતુર્માસ પાલીતાણામાં થયું. સંવત ૨૦૦૫નું શાહપુર (અમદાવાદ) તથા સંવત ૨૦૦૬નું ચાતુર્માસ સમીમાં કર્યું. સંવત ૨૦૦૭નું પાટણ (ઉ.ગુ.), સં. ૨૦૦૮નું ચાતુર્માસ મહેસાણા, સં. ૨૦૦૯નું ચાતુર્માસ શાહપુર (અમદાવાદ) કર્યું. સં. ૨૦૧૦ ચાતુર્માસ પાલીતાણા ખાતે કર્યું. સં. ૨૦૧૧ નું ચાતુર્માસ સમીમાં કર્યું. સંવત ૨૦૧૨નું થરામાં તથા સં. ૨૦૧૩નું આચાર્ય ભગવંત પોતાના વિશાળ શિષ્ય સમુદાય સાથે સમીમાં ચાતુર્માસ કર્યું. | વિક્રમ સંવત ૨૦૧૪નું ચાતુર્માસ પણ સંઘની વિનંતીથી સમીમાં કર્યું. જે પૂજ્યશ્રીનું છેલ્લું ચાતુર્માસ હતું. સંવત ૨૦૧૫ પોષ સુદ-૩ ના બપોરે ૧૨-૪૦ વિજય મુહૂર્તે સમાધિપૂર્વક બેઠાં બેઠાં કાળધર્મ પામ્યા. કાળધર્મ પામ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ગામો ગામથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. પોષ સુદ-૪ના શંખેશ્વરજી ગામ બહાર પેઢીના બગીચામાં ચંદન કાષ્ટની રચેલી ચિતામાં પૂજયશ્રીના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. આ. પૂ. શ્રી ધર્મસૂરીજી મ. ૨૧૪
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy