SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ મા સરસ્વતી ઉપાસના હંસકે મયૂરવાહિની મા શારદાની ઉપાસના, સાધના કે આરાધના એ ભારતીય સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે. સરસ્વતીની લીલા દ્વિવધ છે. સર્જક અને શાસ્ત્રીય. મયૂર કલાધર છે. એની પિચ્છકલા એ એની પર સવારી કરનાર સરસ્વતીની સર્જકતાની લીલાનું પ્રતીક છે. હંસ નીરક્ષીરનો વિવેક કરવામાં પ્રવીણ છે એ સરસ્વતીની શાસ્ત્રીય પ્રસાદીનો સૂચક છે. સર્જકતાના ઉપાસકોને સરસ્વતી મયુરવાહિની રૂપે પ્રતીત થાય. શાસ્ત્રીયતાના પર્યેષકો એને હંસવાહિની રૂપે સેવે છે. શ્વેત હંસ ઉપર આરૂઢ થયેલી શુકલાંગ, શુકલાંબર સરસ્વતીનું ચરણકમળ ઉપર ઠરેલું છે. કમળ તો કમલા લક્ષ્મીનું ઉદ્ભવ સ્થાન. લક્ષ્મી જ્યાંથી પ્રગટે છે એ સ્થાન ઉપર તો એ હંસવાહિનીએ કરેલા લક્ષ્મીના અનાદરને વીસરવો ન જોઈએ. એવા અનાદરનાં ફળ ભોગવવા તત્પર રહેવું જોઈએ. 'મોર એના કલાકલાપના કારણે મુનિઓના મન ચળાવનારો હોવા છતાં, લોક કલ્પનાએ એને ભોગ વિમુખ લખ્યો છે. ઉચ્ચ સર્જકતાનો સંયમ સાથેનો સંબંધ એમાં ઈંગિત છે. વિજ્ઞાન, કલાપીના કલાનર્તનને જાતીયવૃતિના નિદર્શનરૂપ લેખે છે. એમાં પણ આધુનિક માનસશાસ્ત્ર અનુસાર સર્જકતાનો જાતીયવૃતિના આવિષ્કરણે અને અનિવાર્ય ઉર્વીકરણ-સાથેનો સંબંધ ઈંગિત લેખી શકાય. પાંખ હોવા છતાં મોર સંકટમાં આવી પડતાં સ્વરક્ષણના હેતુસર પગનો જ એ વધુ ઉપયોગ કરે છે. સર્જતા ઉડ્ડયનોમાં રાચતી હોવા છતાં સ્થળ વિહારી છે : કલા સર્જન કોઈને કોઈ રીતે નક્કર જગ અનુભવોની ભૂમિ પર જ મંડિતા હોય. મોરના હિમગિરિ ઉપર બે એક હજાર અને નિલગિરિ ઉપર ચારેક હજાર ફૂટથી ઊંચે દર્શન થતાં નથી. જ્યારે હંસતો મહાકવિ કાલીદાસના મેઘને કૈલાસનો રસ્તો દાખવતાં, આડી હિમમાળને પરશુરામે વીંધેલા ક્રૌંચ પર્વતના બાકોરમાં થઈને વટાવી પેલી બાજુ આરપાર નીકળી જનારા માનસ-વિહારી છે. અર્થાત ઉચ્ચોચ્ચ ઉડ્ડયનશીલ કલ્પનાએ, બન્ને વાહનો પર આસાનીથી સવારી કરી શકતી શ્રી સરસ્વતી માતા ૨૬૮
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy