SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ છંદમાં લખાયેલી ‘પદ્માવતી ચતુષ્પદિકા' તેમની મહત્વની કૃતિ ગણાય છે. તેના ૧૮માં પદમાં શ્રી જિનદત્તસૂરિજીનુ તથા ૩૬ માં આ.શ્રી જિનસિંહસૂરિજીનું અને અંતિમ પદમાં પોતાનું નામ ગુંથવામાં આવ્યું છે. તેની ભાષા અપભ્રંશ છે. તેમણે સુલતાનને ઉપદેશ દેવાનું અદ્દભૂત કાર્ય કર્યું. પરિણામે બાદશાહ મહમ્મદ તઘલખનું હૃદય પરિવર્તન થયું. તે સ્વયં સિધ્ધાચલજીની યાત્રાએ ગયો. તેણે દિલ્હીમાં મહાવીર સ્વામી જિનાલય, ઉપાશ્રય વગેરેના બાંધકામ કરાવ્યાં તથા જૈન સાધુ-શ્રાવકોના નિવાસ માટે ભટ્ટારક સરાય, તથા સુલતાન સરાય નામના ઉપનગરો વસાવ્યા. તેના દ્વારા શત્રુંજય - ગિરનાર સંઘની યાત્રા કરવાની બાબત પણ પ્રસિધ્ધ છે. શ્રી જિનપ્રભસૂરિજીના તમામ યશસ્વી કાર્યો પાછળ ભગવતી પદ્માવતીની કૃપા હતી. આની પાછળ પણ તેમણે શ્રી જિનસિંહસૂરિજીને આપેલું વચન હતું. માતા ભગવતી પદ્માવતી વચનબધ્ધ હતી. (૨) દાદા સાહેબ જિનકુશલસૂરિજીને પણ ભગવતી પદ્માવતીજીનું સાંનિધ્ય પ્રાપ્ત હતું. અર્થાત તેમને માટે તે સાક્ષાત હતા. જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેઓ દેવી પદ્માવતીના ધ્યાનમાં મગ્ન હતા. પરિણામે તેમની ગતિ પણ ભુવનપતિ દેવગતિમાં થઈ, નહિં તો તેમનો જેવા ઉત્કૃષ્ટ સંયમી સૂરિજીની સામાન્ય રીતે વૈમાનિક દેવગતિ થતી હોય છે. તેઓ અત્યારે પણ ભગવતી પદ્માવતીજીની નિશ્રામાં છે. અને બંને વચ્ચે ભાઈ-ભગિની જેવો સ્નેહ વર્તે છે. દાદા જિનકુશલ પ્રગટ પ્રભાવી અને ભક્તવત્સલ છે. તેમના ચમત્કારો સર્વત્ર પ્રખ્યાત છે. દાદા જિનકુશલસૂરિજી શકેન્દ્રના ગુરૂ સ્થાનીય ત્રાયત્રિશંક દેવેન્દ્રદેવ છે.. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં, બિરાજમાન શ્રી પદ્માવતી માતા ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ ). શ્રી પદ્માવતી દેવી ૨૭૬
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy