________________
શ્રી વહી પાર્શ્વનાથ
મધ્ય પ્રદેશના મંદસોર જીલ્લાના મલ્હારગઢ તાલુકાના વહી ગામમાં શ્રી વહી પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન અને ભવ્ય જિનાલય આવેલું છે. મંદસોરા પણ તીર્થ છે. વહી તીર્થ પીપ લિયામંડી રેલ્વે સ્ટેશનથી પાંચ કિ.મી. ના અંતરે અને મંદસોરથી ૧૬ કિ.મી.ના અંતરે આવેલું છે.
અહીં એક ઉપાશ્રય અને બે ધર્મશાળા છે. દર વર્ષે પોષ દશમીનો મેળો ભરાય છે. વહી તીર્થની નજીક કૂકડેશ્વર, નાગેશ્વર તથા કરેડા પાર્શ્વનાથનું ભૂપાલ સાગર તીર્થ વગેરે છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં નવ્વાણુંમી દેવકુલિકામાં શ્રી વહી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
શ્યામવર્ણી, વેળુની, પદ્માસનસ્થ, સાત ફણાથી સુશોભિત શ્રી વહી પાર્શ્વનાથજીની પ્રતિમાજી છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૩ ઈંચ અને પહોળાઈ ૨૩ ઈંચ છે.
વહી તીર્થ પ્રાચીનકાળમાં સમૃધ્ધ નગરી રહી હોવાના કેટલાક અવશેષો છે. શ્રી વહી પાર્શ્વનાથનું જિનાલય પ્રાચીન છે. આ જિનાલયનું નિર્માણ મહારાજા સંપ્રત્તિએ કરાવ્યું હતું.
આ પ્રતિમાજી પ્રાચીન, પ્રભાવક અને વિશિષ્ટ છે. શ્રી વહી પાર્શ્વનાથ પ્રભુને મૂળ સ્થાને રાખીને આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરાવવામાં આવ્યો હતો.
| વિક્રમ સંવત ૨૦૧૯માં ઉત્થાપિત કરેલી બે પ્રતિમાજીની પુનઃ પ્રતિષ્ઠા ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજના વરદ હસ્તે થઈ ત્યારે ભવ્ય મહોત્સવ રચાયો હતો. આ મંદિરમાં એક ભોયરૂં પણ છે, પરંતુ હાલ બંધ છે. ગુરૂભગવંતોએ પોતાની કૃતિઓમાં શ્રી વહી પાર્શ્વનાથની સ્તુતિ કરી છે. શ્રી વહી પાર્શ્વનાથની પ્રતિમાજી ચમત્કારી છે.
શ્રી વહી પાર્શ્વનાથ
૧૧૮