________________
એ વખતે શ્રી નેમિકુમારે શ્રીકૃષ્ણને યુધ્ધરક્ષક મહૌષધિ, જે પોતાના બાહુ ઉપર પૂર્વ દેવોએ બાંધેલી હતી તે છોડીને શ્રીકૃષ્ણના બાહુ પર બાંધી.
ઈન્દ્રને સમાચાર જાણવા મળ્યા કે શ્રી નેમિકુમાર યુધ્ધમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે તરત જ ઈન્દ્ર પોતાના માતલિ નામના સારથિને આયુધોથી સજ્જ રથ સાથે નેમિકુમારની મદદ અર્થે મોકલ્યો.
શ્રી નેમિકુમાર ઈન્દ્ર મોકલેલા રથમાં આરૂઢ થયા.
આ તરફ મગધેશ્વર જરાસંઘનું મહાસૈન્ય આવી પહોંચ્યું જરાસંઘનો સેનાપતિ હિરણ્યનાતી હતો.
અને મહાયુધ્ધ શરૂ થયું.
કેટલાક દિવસો સુધી યુધ્ધ ચાલ્યું પછી જરાસંઘે ‘જરા’ વિદ્યાથી શ્રીકૃષ્ણના સૈન્યને નિદ્રાધીન કરી મૂકી.
યુધ્ધ બંધ થયું. જરા વિદ્યાની અસર માત્ર શ્રી નેમિકુમાર અને શ્રીકૃષ્ણ પર ન થઈ.
શ્રીકૃષ્ણને ભારે મુંઝવણ થઈ.
ત્યારે શ્રી નેમિકુમારે કહ્યું. “શ્રીકૃષ્ણ, તમે જરાય મુંઝાશો નહિ. જરાસંઘે જરા’ વિદ્યાનો પ્રયોગ આપણા સૈન્ય પર કર્યો છે. એ વિદ્યાના પ્રભાવને નષ્ટ કરવાનો એક જ ઉપાય છે. તે પદ્માવતી દેવીની આરાધના.”
આરાધના શી રીતે કરું ?'
ત્યારે શ્રી નેમિકુમારે આષાઢી શ્રાવકે રચેલી શ્રી પાર્શ્વ પ્રભુની મુર્તિ હાલ પદ્માવતી દેવી પાસે છે તે મૂર્તિની નિત્ય ભક્તિ કરે છે. એ પ્રતિમા પદ્માવતી તમને આપશે. ત્યાર પછી આપ પ્રતિમાને સ્નાન કરાવજો અને તે સ્નાન જળને સૈન્ય પર છાંટો . એ જળના પ્રભાવથી “જરા’ વિદ્યા ભાગી જશે. સૈન્ય ખડું થઈ જશે. ત્યારપછી જરાસંઘનો પરાજય થશે.'
શ્રીકૃષ્ણ એક ગુપ્ત સ્થાનમાં અઠ્ઠમ તપની આરાધના કરવા માટે બેસી ગયા. ત્રીજે દિવસે પદ્માવતી દેવી પ્રગટ થયા શ્રીકૃષ્ણ પોતાની મનોકામના દર્શાવી. પદ્માવતીએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા લાવી આપી.
શ્રી શુભ ગણધર
, ૧૯૯