SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ અહમ્ શૂન્ય થાય અને મારું ચૈતન્ય તારામાં ઓળઘોળ થાય છે. ત્યારે જ “મારા હોવાનો અનુભવ મને થાય છે. મનની અકથ્ય, અનંત માયાજાળોમાં હું તને અને તારામાંથી ઉદ્દભવેલી મારી ચેતનાને વિસરી મારા ચૈતન્યને પરમ કલ્યાણ તરફ લઈ જવાને બદલે પ્રતિપળ અર્થહિન પ્રાપ્તિ, અપ્રતિત, ગમા-અણગમા, માન, અપમાન જેવી બાબતોમાં વેડફી રહ્યો છું હે ! સમસ્ત જગતના પિતા ! તારાથી વિખુટો પડેલો હું તારોજ અંશ છું. તારા વિરાટ અસ્તિત્વમાં મને પાછો સમાવી લે, હે મારા આરાધ્ય ! મને જીવનકલ્યાણ માટેનો સંકલ્પ આપ, તારો જ અંશ હોવાની પ્રતિતિ અને પ્રતિપણ રહે એવી ઉર્જાથી મારા મન, હૃદય અને આત્માની તમામ વૃત્તિઓ બસ એકજ તારી દિશામાં ગતિ કરે તેવી ઝંખના છે. તું જ મારો માર્ગ છે, તું જ મારું માર્ગદર્શન છે. તું જ મારું લક્ષ્ય છે. તું જ લક્ષ પ્રતિતની પ્રેરણા છે. હે ચૈતન્યમાં સર્વોત્તમ શિખર ! તારા હાથમાં હું મારું સમગ્ર અસ્તિત્વ મૂકી રહ્યો છું, આ જ પળથી....!!! (પાર્શ્વ પ્રભુ પ્યારા) શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ - ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યાવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી. આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ ૧૮૫
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy