SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનની દેવી શ્રી સરરવતી માતા જૈન દર્શનમાં પાંચ (મતિ-શ્રુત-અવધિ-મનઃ પર્યવ અને કેવલ) પૈકી બીજું શ્રુતજ્ઞાનના વર્મ (અક્ષર) સ્વરૂપ શ્રુતદેવતા એ પ્રવચનની અધિષ્ઠાત્રીદેવી મનાય છે. ગણધરોના મુખ (રૂપી) મંડપમાં નૃત્ય કરનારી સરસ્વતી સમસ્ત જગતમાં જ્ઞાનનો મૂળસ્ત્રોત વહાવનારી છે. અન્ય દર્શનોમાં પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ દેવોએ પણ જેને પ્રણામ કર્યા છે અને દિગ્ગજ કોટિના મૂર્ધન્ય પંડિતોએ પણ જેમની ભાવસભર સ્તુતિ કરી છે તેવી મા સરસ્વતી, અજ્ઞાન તિમિરને દૂર કરનારી છે. “યા બ્રહ્માડચ્ચત શંકર પ્રસૃતિ ભિઃ દેä : સદા વન્દિતા.' શ્લોકની પંક્તિથી આ વિભાવના પ્રત્યક્ષ જણાય છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત શ્રી સરસ્વતી અષ્ટકના સાતમા શ્લોકમાં બહુજ સ્પષ્ટતાથી નિવેદન કર્યું છે કે શ્રી સરસ્વતી દેવી એ મોક્ષ સંપત્તિ - કેવળજ્ઞાન માટે પારંપારિક નિરૂપાય કારણ છે, કેમકે, ભારતીદેવીના પ્રસાદથી જ્ઞાન મળે છે. તે સમ્યક્ જ્ઞાનથી તાત્વિક માર્ગ મળે છે. અને સમ્યમ્ ક્રિયાની પ્રાપ્તિ થાય છે. જે જ્ઞાન - ક્રિયાથી સાધક કેવળજ્ઞાન (મોક્ષ) સંપત્તિ પ્રાપ્ત કરી લે છે. આ રીતે મોક્ષનો નિરૂપાય હેતુ સરસ્વતીની કૃપાથી થાય છે. આથી ફલિત થાય છે કે સમ્યજ્ઞાનની આરાધના – ઉપાસના વિના જીવન ઉષ્મા, ઉલ્લાસ અને ઉદ્દેશ ભર્યુ વ્યતીત થતું નથી. જીંદગી નિરર્થક જ વહે છે. એના કરતાં ઓછામાં ઓછું એની જાણકારી પરિચય કરી લેવો જરૂરી શ્રત, શારદા, ભારતી, બ્રહ્મી, સરસ્વતી, વિદ્યા, વાગીશ્વરી, ત્રિપુરા આદિ ૧૦ ભિન્ન ભિન્ન પર્યાયવાચી નામ પ્રાપ્ત થાય છે. પ્રાચીન શિલ્પમાં તે ચાર ભુજાવાળી અથવા બે હાથવાળી દેખાય છે. પરંતુ તારંગા ડુંગર પરના જિનાલયમાં મંદિરના પૃષ્ઠ ભાગમાં આઠ ભુજાવાળી અને હંસયુક્ત જૈન સરસ્વતી દેવીની મૂર્તિ જોવા મળે છે. ઘણા બધાં શિલ્પ ચિત્રોમાં જમણા હાથમાં પુસ્તક કમળ અથવા અમૃતપૂર્ણ કમંડળ ગ્રહણ કરેલ, રાજહંસ પર બેઠેલી અથવા શતદલ શ્રી સરસ્વતી માતા ૨૬૫
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy