Book Title: 108 Parshwanath Tirth Samput Part 03
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji

View full book text
Previous | Next

Page 315
________________ નાશ કરી જીવરૂપ વનનું સંરક્ષણ કરશે. લક્ષ્મીઃ લક્ષ્મી જોવાને કારણે વાર્ષિક દાન આપીને તીર્થંકર પદના અપાર ઐશ્વર્યનો ઉપભોગ કરશે. (૫) માળા : માળા જોવાને કારણે ત્રણ ભુવનમાં મસ્તક ધારણ કરવા યોગ્ય અર્થાત ત્રિલોક પૂજય થશે. ચંદ્રઃચંદ્ર જોવાના લીધે વ્યંજ્ય જીવરૂપ ચંદ્ર વિકાસી કમળોને વિકસાવનાર થશે અથવા ચન્દ્રમા સમાન શાંતિદાયી ક્ષમાધર્મનો ઉપદેશ આપશે. સૂર્યઃ સૂર્ય જોવાને કારણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવશે. (૮) ધ્વજ : ધ્વજ દર્શનનો એ અર્થ છે કે ધર્મરૂપ ધજા વિશ્વની ક્ષિતિજ પર ફરકાવશે અથવા જ્ઞાતૃકુલમાં ધજારૂપ થશે. (૯) કલશ : કલશ જોવાને કારણે કુળયા ધર્મરૂપી પ્રાસાદના શિખર પર તે સુવર્ણકલશ રૂપ બનશે. (૧૦) પા સરોવરઃ પદ્મસરોવર જોવાને લીધે દેવ-નિર્મિત સ્વર્ણ કમળ પર એનું - આસન થશે. (૧૧).સમદ્રઃ સમુદ્ર જોવાને કારણે સમુદ્રની માફક અનંત જ્ઞાન-દર્શન-રૂપ-મણિ - રત્નો ધારણ કરનાર થશે. (૧૨) વિમાનઃ વિમાન જવાને લીધે વૈમાનિક દેવોનો પૂજય થશે. (૧૩) રત્નરાશિઃ રત્નરાશિ જોવાને લીધે મણિ-રત્નોથી વિભૂષિત થશે. (૧૪) નિધૂમ અગ્નિઃ નિધૂમ અગ્નિ જોવાને કારણે ધર્મરૂપ સુવર્ણને વિશુધ્ધ અને નિર્મળ કરનાર થશે. શ્રી લક્ષ્મી કથા. સમુદ્રમંથન સમયે મહાલક્ષ્મી ક્ષીરસમુદ્રમાંથી પ્રકટ થયા, તેથી તેઓ “ક્ષીર સાગર કન્યા' ના નામે ઓળખાયા. સૂર અને અસૂર લક્ષ્મીજીને પામવા ઈચ્છતા હતા. શ્રી લક્ષ્મીદેવી ૨૯૩

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322