Book Title: 108 Parshwanath Tirth Samput Part 03
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji

View full book text
Previous | Next

Page 314
________________ શ્રી લક્ષ્મીદેવી હિંદુ ધર્મની જેમ જૈન ધર્મમાં પણ શ્રી અથવા લક્ષ્મીને ઐશ્વર્ય અને સૌંદર્યની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. “કલ્પસૂત્ર'માં લક્ષ્મીનું વર્ણન આપવામાં આવ્યું છે. | જૈન મૂર્તિકલામાં લક્ષ્મીનું આલેખન લગભગ ૯ મી સદી પછી જોવા મળે છે. લક્ષ્મીજીની મૂર્તિઓ ખજુરાહો, દેવગઢ, ઓસિયાં, કુંભારિયા, દેલવાડા વગેરે સ્થળોએથી પ્રાપ્ત થઈ છે. ખજૂરાહોની આદિનાથ મંદિરના પ્રવેશદ્વાર પર ચતુર્ભુજ લક્ષ્મીની મૂર્તિ કંડારેલી છે. અને રાજસ્થાનમાં ઓસિયાના મહાવીરસ્વામીના મંદિરમાં, નાડોલના પદ્મપ્રભુસ્વામીના મંદિરમાં અને જાલોરના મહાવીર સ્વામીના મંદિરમાં લક્ષ્મીની મૂર્તિઓ જોવા મળે છે. જાલોર તીર્થમાં આવેલ લક્ષ્મીની મૂર્તિના પદ્માસન નીચે નવનિધિના પ્રતીક તરીકે નવઘટ આલેખવામાં આવ્યા છે. આબુ-દેલવાડામાં વિમલવસહીના મંદિરમાં પણ લક્ષ્મી દેવીની અનેક પ્રતિમાઓ આવેલી છે. અહીં પણ કોઈ કોઈ મૂર્તિઓમાં પદ્માસન નીચે નવ ઘટ જોવા મળે છે. લૂણવસહીના રંગમંડપ પાસેના વિતાન પર અષ્ટભૂજ મહાલક્ષ્મીની ચાર પ્રતિમાઓ કંડારેલી છે. ચૌદ સ્વપ્ન અને લક્ષ્મીજી જૈન પરંપરામાં તીર્થકરનો જન્મ ક્ષત્રિયકુળમાં થાય છે. તીર્થંકરની માતા જ ચૌદ દિવ્ય સ્વપ્નો નિહાળે છે. તીર્થંકરોની માતાને આવતાં ચૌદ સ્વપ્નામાં એક સ્વપ્ન લક્ષ્મીજીનું હોય છે. ચૌદ સ્વપ્નાનું વિવરણ આ પ્રમાણે છે. (૧) પ્રથમ સ્વપ્ન ગજ (હાથી) ચાર દાંતવાળો હાથી જોવાનો કારણે તે ચાર પ્રકારના ધર્મને કહેનારો થશે. (૨) વૃષભઃ વૃષભ જોવાને લીધે ભરતક્ષેત્રમાં બોધી-બીજ વાવશે. (૩) સિંહ: સિંહ જોવાને કારણે કામદેવ વગેરે વિકારરૂપ ઉન્નત હાથીઓનો શ્રી લક્ષ્મીદેવી ૨૯૨

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322