________________
શ્રી કુંભારિયાજી તીર્થ શ્રી કુંભારિયાજીમાં શ્રી નેમિનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. આ અત્યંત વિશાળ દેરાસરનું નિર્માણ શેઠ શ્રી વિમલશાહ દ્વારા લગભગ વિક્રમ સંવત ૧૦૮૮ના સમયે થયેલ. આ ઉપરાંત અહીં બીજા ચાર દેરાસરો છે. આ તીર્થ સાથે સંકળાયેલી કથા પ્રમાણે શ્રી પાસીલ શ્રેષ્ઠીએ અહીં એક દેરાસરનું નિર્માણ શ્રી અંબિકાદેવીની આરાધના કરીને કરાવ્યું હતું. એક પ્રસંગે એમની ઉપેક્ષા થતાં આ નિર્માણ અધુરૂં જેવું રહ્યું અને પાસીલે દીર્ઘ દૃષ્ટિ વાપરીને ભગવાનની પ્રતિષ્ઠા કરાવી.
અહીંના દેરાસરોમાં ભવ્ય, વિશાળ, મહાકાય પ્રતિમાઓના દર્શન થાય છે. અહીંની છતોમાં બારીક શિલ્પકલા જોવાલાયક છે. જેમાં ભાવિ ચોવીશીના તીર્થકરોના માતાપિતા, છત્રધર, વર્તમાન ચોવીશી, તેમના માતાપિતા, ચૌદ સ્વપ્ન, મેરૂ પર્વત અને ઈન્દ્ર દ્વારા જન્માભિષેક, શ્રી શાંતિનાથ ભગવાનનું સમવસરણ, શ્રી નેમિનાથ ભગવાનના પાંચ કલ્યાણક, શ્રી પાર્શ્વનાથ ભગવાન દ્વારા કમઠ યોગીને અહિંસાનો ઉપદેશ, શ્રી ધરણેન્દ્ર દેવના ભગવાનને નમસ્કાર કરવા ઉપરાંત અનેક ભાવપૂર્ણ પ્રસંગો કોતરેલા છે. અંબાજીથી ૧ કિ.મી. તથા આબુથી ૨૮ કિ.મી. ના અંતરે છે.
- સૌરાષ્ટ્રના જૂનાગઢ પાસે ગિરનાર તીર્થ આવેલું છે. વર્તમાન ચોવીસીના બાવીસમા તીર્થંકર ભગવંત શ્રી નેમિનાથ પ્રભુએ અહીં દીક્ષા ગ્રહણ કરી, તપશ્ચર્યા કરી કેવળજ્ઞાન પામ્યા બાદ મોક્ષે સિધાવ્યા હતા.
એક માન્યતા અનુસાર શ્વેતાંબર દેરાસરમાં બિરાજમાન શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા ગઈ ચોવીસીના તીર્થકર શ્રી સાગરના ઉપદેશથી પાંચમા દેવલોકના ઈન્દ્ર ઘડાવી હતી. જે ભગવાન નેમિનાથના સમય સુધી ઈન્દ્રલોકમાં પૂજાયાબાદ શ્રીકૃષ્ણને પ્રાપ્ત થઈ. દ્વારિકા નગરી ભસ્મ થઈ ગયા બાદ વર્ષો પછી શ્રી રત્નાશાહ નામના શ્રાવકને પુણ્યયોગે તપશ્ચર્યા અને અનન્ય ભક્તિને કારણે શ્રી અંબિકાદેવી (જેમણે આ પ્રતિમાજીને સુરક્ષિત રાખ્યા હતા) એ પ્રસન્ન થઈ
શ્રી અંબિકાદેવી
૨૮૯