________________
વિભૂષિત છે.
બીજી માન્યતા પ્રમાણે પ્રત્યેક હાથમાં ચક્ર ધારણ કરવાને લીધે તેને ચક્રેશ્વરી કહેવાય છે. વાહન ગરૂડનું છે. દુર્ગાસપ્તશતીમાં ગરૂડવાહિની દેવીને વૈષ્ણવી નામથી સંબોધન થયું છે. સ્વભાવે આ દેવી ઘણી ઉદાર, વ્રજ જેવી કઠોર છતાં પુષ્પ જેવી કોમળ છે. -
ચોવીશ તીર્થકરોની યક્ષિણીઓ શાસનદેવી તરીકે પ્રસિધ્ધ છે. જૈન પરંપરામાં અનેક દેવીઓના કલાત્મક શિલ્પો પત્થરમાં, ધાતુમાં, અને કાષ્ઠમાં કંડારાયેલાં જોવા મળે છે, જે જૈન મંદિરોમાં, દેશનાં અને પરદેશનાં સંગ્રહાલયોમાં પણ જોવા મળે છે.
ચક્રેશ્વરી દેવી વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થંકર ભગવંત શ્રી ઋષભદેવસ્વામીની યક્ષિણી છે.
ચક્રેશ્વરીદેવીની મૂર્તિઓ ઉત્તર ભારત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે. તે પ્રાયઃ અષ્ટભુજાવાળી જોવા મળે છે. તેમાં બે હાથમાં ચક્ર અને બાકીના હાથમાં પાશ, અંકુશ, વજ, બાણ અને ધનુષ જોવા મળે છે. એક હાથ વરદ મુદ્રામાં હોય છે. આ મૂર્તિની નીચે વાહન ગરૂડ કંડારવામાં આવેલું હોય છે.
ગુજરાતમાંથી ચક્રેશ્વરીની મૂર્તિઓ ચાર હાથવાળી પ્રાપ્ત થાય છે. જે પૈકી ઉપરના બે હાથમાં ચક્ર અને બાકીના બે હાથમાં અક્ષમાળા અને શંખ જોવા મળે છે. આવી મૂર્તિઓ પાટણ, વડનગર, ગિરનાર અને આબુમાં જોવા મળે છે.
દેશ-વિદેશના અનેક સંગ્રહાલયોમાં પણ તીર્થંકર આદિનાથની પ્રતિમા સાથે તેનું કલાત્મક આલેખન થયેલું જોવા મળે છે. ચક્રેશ્વરી દેવીની પ્રતિમાઓ ૯મી સદીથી પ્રાપ્ત થાય છે.
દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં અષ્ટભુજા ચક્રેશ્વરીની એક પ્રતિમા સુરક્ષિત છે. ગરૂડ પર સવાર થયેલ દેવીના ઉપરના છ હાથમાં ચક્ર ધારણ કરેલ છે. જ્યારે નીચેના બે હાથમાં અનુક્રમે વરદ મુદ્રા અને ફળ ધારણ કરેલા છે.
શ્રી ચકેશ્વરી દેવી
૨૮૩