________________
fos fomite
કમળ વચ્ચે વિરાજીત અને ક્યાંક શિલા પર બિરાજમાન થયેલી જણાય છે. જો કે એમાં પણ ભિન્ન ભિન્ન સંકેતાર્થ હોઈ શકે તો પણ જૈનોની સરસ્વતી બાલહંસ અને જૈનેતરોની મયુરના પ્રતીકવાળી મનાય છે.
જૈન ધર્મ માન્ય ‘સેન પ્રશ્નોતર' નામના પ્રશ્નોતર ગ્રંથમાં વ્યંતર નિકાયના ગીતરતિ ઈન્દ્રની મહદ્ધિક પદરાણી સરસ્વતી દેવી છે એવો ઉલ્લેખ મળે છે.
જ્યારે અન્ય માન્યતા પ્રમાણે બ્રહ્માની બે પુત્રીઓ પૈકી એક પુત્રી સરસ્વતી છે અને ક્યાંક તેને બ્રહ્માની પત્ની પણ માની છે. એ જ્યારે પરિણીતા થઈ ત્યારે પ્રતીકવાળી થઈ પરંતુ નિશ્ચિતાર્થ કરવામાં વિભન્ન મત-મતાંતર ચાલે છે તેથી એ પણ સંશોધનનો વિષય છે.
સરસ્વતીજી માતાના હાથમાં જે પોથી (પુસ્તક) છે, એ જ્ઞાનની અમોઘ શક્તિનું સૂચક છે. માળા, મંત્ર દીક્ષા સૂચક છે અને એમાં જ્ઞાનસાધનાને યોગ્ય ક્રિયા - ઉપાસના ધ્વનિત થાય છે એ જ રીતે વીણાવાદન એ સંગીત દ્વારા આત્માની સ્વરૂપ અવસ્થામાં લયલીન થવાનું સૂચક છે તથા વરદમુદ્રા અને અમૃતથી ભરેલું કમંડળ ભક્તજનોના ત્રિવિધ પાપ તાપ – સંતાપને દૂર કરીને આત્માનું ભૂતિ નો રસાસ્વાદ કરાવનાર છે. રાજહંસ એ જગતના સત્-અસત્ તત્ત્વોનો ક્ષીર-નીરની જેમ વિવેકજ્ઞાન દ્વારા ભેદ દૃષ્ટિથી ‘સોડહં સોડહં’ ના અજપાજપનું સૂચન કરી આત્મ સ્વરૂપને પ્રત્યક્ષ કરવાનું પ્રતીક છે.
-
મયુરવાહિની એ માત્ર જ્ઞાન-વિજ્ઞાનની અધિષ્ઠાત્રી નહિ પરંતુ સમગ્ર સાહિત્ય, સંગીત કલાની પણ મહા અધિષ્ઠાત્રી છે.
સરસ્વતી દેવી શતદલ કમલમાં વિરાજીત છે તે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિનું નિરૂપક છે. અને દેહસ્થિત બ્રહ્મદ્વારની ઉદ્ઘાટિકા પણ તે જ છે. એવું
જણાય છે.
તંત્ર ગ્રંથોમાં સરસ્વતીજીને સુષુમ્યા નાડીની સ્વામિની કહી છે. અને તેની કૃપાથી તેમજ મધ્યમાં નાડીના અભ્યાસથી જ જીવ શિવપદ સુધી પહોંચે છે. એવું કહેવાય છે કે આ રીતે જુદા જુદા પ્રતિકો દ્વારા વૈશ્વિક સનાતન તત્ત્વોને ‘સત્યમ્-શિવમ-સુંદરમ માં પ્રસ્થાપિત કરીને જ્ઞાનાનુંભવ અને સૌંદર્યાનુભવ
૨૬૬
શ્રી સરસ્વતી માતા