________________
શ્રી સંઘે આચાર્ય ભગવંતની માંગણી મુજબની તમામ પ્રકારની વ્યવસ્થા કરી દીધી.
ત્યારબાદ આચાર્યશ્રી એ છ માસ માટે તપ કર્યું. દેવી ભગવતીને સાક્ષાત નિહાળવા છતાં આચાર્ય શ્રી એક શબ્દ પણ બોલ્યા નહિ. - પરિણામે ભગવતી માતા પદ્માવતીએ સામેથી કહ્યું: “હે સૂરિદેવ ! મારા અહીં આવવાના વિલંબ બદલ ક્ષમા કરશો. પરંતુ આપની આ કઠોર ઉપાસનાનું કારણ જાણી તેના નિવારણ અર્થે ઉપાય જાણવા હું ભગવાન પાસે ગઈ હતી. પ્રભુએ જે પ્રત્યુત્તર પાઠવ્યો છે તે હું આપને જણાવી નહિ શકું.”
તેમ છતાં જયારે આચાર્ય ભગવંતે આગ્રહ રાખ્યો ત્યારે ભગવતીએ જણાવ્યું. ‘આપની જીંદગી હવે કેવળ છ મહિના પૂરતી જ બાકી રહી છે.”
ત્યારે આચાર્યશ્રીએ પ્રસન્નતાથી કહ્યું : “ભલે, મારું જીવન હવે ટૂંકા સમય માટે જ છે. તેનો મને અફસોસ નથી, પરંતુ જે હેતુસર મેં આપની ઉપાસના કરેલી છે તે હેતુ નિષ્ફળ ન જવો જોઈએ.’
ત્યારે પદ્માવતી દેવીએ વચન આપ્યું કે “આપનો હેતુ અવશ્ય સફળ થશે. હું આપના શિષ્ય સાથે રહીશ. તથા ખૂબ જ દઢતાથી શાસન સેવા કરીશ.'
ત્યારે આચાર્યશ્રીએ પૂછયું : “એ ભાગ્યવાનનું નામ તો જણાવો.'
તેના ઉત્તરમાં ભગવતી માતા પદ્માવતીએ કહ્યું : “આમ તો કોઈ અત્યારે કોઈ નજરે ચડતો નથી. તેમ છતાં ગોહિલવાડી નિવાસી રત્નપાલ મહીધર શેઠના પુત્ર સુમરપાલ, કે જે હજુ આઠ વર્ષનો જ છે. તેને દીક્ષિત કરો. તે યોગ્ય છે.”
આચાર્ય ભગવંત ગોહિલવાડી પહોંચ્યા. ત્યાં આઠ વર્ષના સુમરપાલને દીક્ષિત કર્યો; અને તેનું નામ શુભતિલક રાખવામાં આવ્યું. પછી આચાર્યપદ મળતાં તેમનું નામ શ્રી જિનપ્રભસૂરિ રૂપે વિખ્યાત થયું. તેમને ગુરૂ મહારાજ દ્વારા ઉપાસ્ય ભગવતી પદ્માવતીજીનું સતત સાંનિધ્ય પ્રાપ્ત થયું હતું. ઉપરાંત, તેમણે સુલતાન મહમ્મદ તઘલખને જે ઉપદેશ આપ્યો તે હકીકત તો આજે જગવિખ્યાત બની છે.
આ. શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ અદ્વિતીય સાધક, શાસન પ્રભાવક અને વિદ્વાન હતા. તેમણે વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું હતું. તેમાં ૩૭ ચોપાઈ
શ્રી પદ્માવતી દેવી
૨૭૫