Book Title: 108 Parshwanath Tirth Samput Part 03
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji

View full book text
Previous | Next

Page 295
________________ પદ્માવતીજીના મસ્તક પર ભગવાન પાર્શ્વનાથ બિરાજમાન જોવા મળે છે. અન્ય સ્થાનોમાં પદ્માવતીજીની મૂર્તિઓ ઉપર ભગવાન પાર્શ્વનાથજીની નાની મોટી મૂર્તિઓ જોવામાં આવે છે. બિકાનેર અને દિલ્હીના પ્રસિધ્ધ સંગ્રહાલયોમાં જે જે કલાપૂર્ણ પદ્માવતીની મૂર્તિઓ છે તેમની ઉપર પ્રભુ પ્રતિમાઓ જોઈ શકાય છે. જૈનોમાં દેવી પદ્માવતીને વિઘ્ન દૂર કરનારી, ભક્તોના કષ્ટોને હરનારી તથા ભક્તજનોનું રક્ષણ કરનારી માનવામાં આવે છે. અને આ હેતુસર તેમની ભક્તિ, ઉપાસના કરવામાં આવે છે.. દેવી પદ્માવતીનું સ્થાનક (તીર્થ) દક્ષિણ ભારતમાં હુમચા નામે પ્રસિધ્ધ છે. જો કે પદ્માવતી દેવીની મૂર્તિઓ મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનના દરેક જિનાલયોમાં અધિષ્ઠાત્રી દેવીના રૂપે બિરાજમાન હોય છે. તેમાં બહુમુખી પ્રતિભાવાન, સાહિત્યકલારત્ન પરમ વંદનીય પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયયશોદેવ સૂરિશ્વરજી મહારાજના માર્ગદર્શનમાં નિર્માણ પામેલી દેવી પદ્માવતીની વિશાળ કદની કલાત્મક મૂર્તિ મુંબઈના વાલકેશ્વર જિનાલયમાં પ્રતિષ્ઠિત થઈ છે. તે સર્વમાં અનુપમ અને અદ્વિતીય છે. તેમજ બીજી મૂર્તિ પાલીતાણાના સાહિત્ય મંદિરમાં ધરણેન્દ્ર તો સર્પરૂપ ધારણ કરી સર્વત્ર વિહાર કરતાં હોય છે. જૈસલમેર નજીક આવેલા લૌદ્રરા પાર્શ્વનાથ તીર્થના મંદિરોની પ્રદક્ષિણા (ભમતી)માં આવેલ એક સ્થાનમાં તેઓ પૂજાય છે. યાત્રાળુઓને વખતો વખત દર્શન આપે છે. નાગેશ્વર તીર્થમાં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પાસે અવારનવાર ધરણેન્દ્ર દેવ શ્વેત સર્પ સ્વરૂપે યાત્રાળુઓને દર્શન આપતાં હોય છે. અગિયારમી સદીમાં લખાયેલ મંત્રવિદ્ મલ્લેિષણ કૃત ‘ભૈરવ - પદ્માવતી - કલ્પ'નું પ્રકાશન શ્રી સારાભાઈ મણિલાલ નવાબે કર્યું હતું. તે પુસ્તકમાં પદ્માવતી ઉપર લખાયેલી અનેક કાવ્ય કૃતિઓના ઉલ્લેખ વાચવા મળે છે. તેમાંના મુખ્ય છે શ્વેતાંબર શ્રી ચંદ્રસૂરિજી લિખિત અભૂત પદ્માવતીકલ્પ, શ્રી ઈન્દ્રનંદિસૂરિ રચિત પદ્માવતી પૂજનમ્, અજ્ઞાત કૃતક “રક્ત પદ્માવતી કલ્પ', પદ્માવતી વ્રતોદ્યાપનમ્, પદ્માવતી સ્તોત્ર, પદ્માવતી મંત્રજાપ વિધિ, સ્વસ્ત્રનામ સ્તોત્ર, સ્તુતિ, ચોપાઈ શ્રી પદ્માવતી દેવી ૨૭૩

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322