________________
જે આત્માના વિશિષ્ટ ગુણો છે તેના રૂપકો દેવીની મૂર્તિમાં ઘટાવ્યાં છે. | મા ભગવતી સરસ્વતીજીનું પ્રભુત્વ ત્રિકાલાબાધિત છે. એ સર્વ સંસારી જીવોની ઉર્ધ્વગામિની પ્રેરણાદાયક જ્ઞાનશક્તિ સ્વરૂપ છે. પ્રત્યેક ધર્મસમુદાયોમાં મા સરસ્વતીજીનો વિશિષ્ટ સ્વરૂપમાં સાદર સ્વીકાર થયો છે. હિંદુઓમાં સરસ્વતી નામથી, વૈશ્યોમાં શારદા, બૌદ્ધોમાં પ્રજ્ઞા પારમિતા, ખ્રિસ્તીઓમાં મીનર્વા અને જૈનોમાં શ્રત દેવતાના નામથી મા સરસ્વતીની પૂજા થાય છે. દક્ષિણ ભારત, બંગાળ, મેઘાલય આદિમાં ‘ત્રિપુરા ભારતી' ના નામથી ઘણો પ્રભાવ અને પ્રસાર કર્ણગોચર થયો છે.
વિક્રમની આઠમી સદીમાં થયેલા પ્રસિધ્ધ આમરાજા પ્રતિબોધક શ્રી બપ્પભટ્ટસૂરિ મ.સા. ની બાલ દીક્ષા જીવનની અભૂત ઘટના વિખ્યાત છે. ગુરૂદેવશ્રી સિધ્ધસેન દિવાકરજીએએમની સુયોગ્યતા જોઈને શ્રી સારસ્વત મહામંત્ર આપ્યો હતો. તેઓ નિરંતર જાપ કરતા હતાં પરંતુ એક દિવસ નિત્ય જાપમાં એકાગ્ર થયા. ત્યારે બાલમુનિના નૈષ્ઠિક બ્રહ્મચર્યના તેજની આભાથી, ધ્યાનની લયલીનતાથી અને જાપના પ્રકર્ષથી સ્નાનક્રિડામાં મગ્ન થયેલાં શ્રી સરસ્વતીદેવી શીવ્રતાથી એવાને એવા સ્વરૂપમાં પ્રગટ થયા હતાં પરંતુ મુનિવરે માંનું વિષમ સ્વરૂપ જોઈને મોઢું ફેરવી લીધું ત્યારે દેવીને આશ્ચર્ય સાથે પોતાના સ્વરૂપનો ખ્યાલ આવ્યો અને સ્વસ્થ થઈને પૂર્ણ પ્રસન્નતાથી મુનિશ્રીને વરદાન આપીને સ્વસ્થાને પાછા ફર્યા. | મા સરસ્વતીએ વરદાન આપ્યું કે “તું સદાય અજેય બનીશ.” ત્યારથી મુનિવરજીને પ્રતિદિન એક હજાર શ્લોક કંઠસ્થ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ અને સર્વશાસ્ત્રોમાં પારંગત થઈને શ્રી જિનશાસનના પ્રભાવક કાર્યો કરવામાં માની કૃપાથી સમર્થ થયા અને એ જ માની કૃપાથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, કવિ કાલિદાસજી, શ્રી હર્ષ, માઘ, ભારવિ આદિ પંડિતવર્ય શ્રેષ્ઠતમરૂપે વિદ્યાના ક્ષેત્રમાં પ્રસિધ્ધ થયા છે. (મુનિશ્રી ફુલચંદ્ર વિ.મ. જ્ઞાન સાધના-સરસ્વતી વંદના માંથી
સાભાર)
શ્રી સરસ્વતી માતા
૨૭.