________________
સુખ સાગરજી તણા શિષ્ય એ અમર નામના કીધી; જગમાંહી જેણે જીવી જાણ્ય, સ્વર્ગ વાટડી લીધી...૫
શાસન રક્ષક, સમ્યક દૃષ્ટિ દેવ શ્રી ઘંટાકર્ણવીરનું સ્વરૂપ વીરતાનું દ્યોતક છે, બે હાથ, નેત્ર ભ્રકુટી અને શરીરની સંપૂર્ણ આકૃતિ જોતા વીરતાની સાક્ષાત મૂર્તિ હોય તેમ લાગે છે. મૂર્તિ જોતાં ઉગ્ર સ્વભાવવાળા હોય તેમ લાગે છે. તેમના ડાબા હાથમાં ધનુષ અને જમણા હાથમાં બાણ છે.
પુરુષનું જમણું અંગ મુખ્ય મનાય છે, દાન, પુણ્ય, માન સન્માન અને પ્રણામાદિ સર્વ કાર્યો જમણા અંગથી કરાય છે. આજ કારણે ઘંટાકર્ણ વીરના જમણા હાથમાં તીર અને ડાબા હાથમાં ધનુષ આપવામાં આવ્યા છે.
ઘંટાકર્ણનો સામાન્ય અર્થ કરીએ તો આ પ્રમાણે થાય :- જેમનું મસ્તક ચાલવાથી કાન પાસે ઘંટ વાગે અથવા ઘંટા એટલે જેમાંથી અવાજ નીકળે તે ઘંટ અને કર્ણ એટલે કાન. અર્થાત જ્યારે દેવ માથું હલાવે ત્યારે કાન પાસે ઘંટા વાગે તે ઘંટાકર્ણ, વિધાનમાં ઘંટનું વિશેષ મહત્વ છે. ઘંટ મંત્રીને રાખવો જોઈએ.
શ્રી ઘંટાકર્ણ દેવના સેવક સર્પના રૂપમાં તેમના પાસે રહે છે. અને સાધકની પરીક્ષા પણ સર્પના રૂપથી કરે છે આ કારણથી ઘંટાકર્ણ વીરના ચરણ પાસે સર્પનું ચિન્હ અવશ્ય હોવું જોઈએ.
શ્રી ઘંટાકર્ણ વીર પૂર્વભવમાં એક આર્ય રાજા હતા. તેઓ દયાળુ અને શૂરવીર હતા. તેઓ સતીઓ, સાધુઓ અને ધર્મી મનુષ્યોનું રક્ષણ કરવામાં પોતાનું જીવન પસાર કરતાં હતા. તેમણે ધનુષ્યબાણ વડે ઘણા દુષ્ટ રાજાઓને જીતીને આર્ય
દેશમાં શાંતિ ફેલાવી હતી.
તેમને સુખડી અત્યંત પ્રિય હતી અને તેઓ અતિથિઓની સેવા ભક્તિ ખૂબ જ સરસ રીતે કરતાં હતા.
આર્ય રાજા મરણ પામીને દેવ થયા અને બાવન વીરોમાં ત્રીશમા વીર તરીકે તેમની ગણના થાય છે. તેઓ પૂર્વભવમાં પરોપકારી અને શૂરવીર હતા.
શ્રી ઘંટાર્ણવીર
૨૫૮