________________
આ બન્ને જિનાલયોનો વિક્રમ સંવત ૬૨માં ફરીને જીણોધ્ધાર થયો અને આચાર્ય ભગવંત શ્રી માનતુંગસૂરિજી મ.ના હસ્તે પ્રતિષ્ઠાવિધિ થઈ.
- ત્યાર પછી આ જિનાલયો જીર્ણ થતાં વિ.સં. ૪૭૫માં આચાર્ય દેવ શ્રીમદ્ વિજયદેવસૂરિશ્વરજી મહારાજના ઉપદેશથી જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો. નવમા સૈકામાં જીર્ણોધ્ધાર થયો.
એ સમયે વીરમપુર નગરની જાહોજલાલી ટોચ પર હતી. મોટી સંખ્યામાં જૈન પરિવારો અહીં વસતા હતા. વિ.સં. ૯૮૯માં ભાતેરા ગોત્રના ગર્ભ શ્રીમંત હરખચંદે આ બન્ને જિનાલયોનો જીર્ણોધ્ધાર કરાવ્યો તે સમયે શ્રી ચંદ્રપ્રભ સ્વામીની પ્રતિમાજી ખંડિત થતાં તે સ્થાને શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવી.
વિક્રમ સંવત ૧૨૨૩માં ફરીને આ બન્ને જિનાલયોનો જીર્ણોધ્ધાર કરાયો. વિ.સં. ૧૨૮૦માં આ બન્ને નગરો પર વિધર્મી આક્રમણનો ભય પેદા થતા નાકોર નગરના શ્રી સંઘે મૂળનાયક સહિત ૧૨૦ પ્રતિમાજીઓને ત્યાંથી બે માઈલ દૂર કાલીદ્રહમાં છૂપાવી દીધી. વિધર્મી આક્રમણમાં બન્નેનગરો ધ્વંશ થઈ ગયા.
- વીરમપુર ફરીને વિકાસ પામ્યું. અહીંના પ્રાચીન જિનાલયોનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો. આ જિનાલયમાં બિરાજમાન કરવા માટે પ્રતિમાજીની શોધખોળ શરૂ થઈ ત્યારે એક સુશ્રાવકને અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં કાલીદ્રહમાં છૂપાવવામાં આવેલ પ્રતિમાજીઓની જાણકારી આપી. આમ કાલીદ્રહમાં છુપાવવામાં આવેલી પ્રતિમાજીઓને વીરમપુર લાવવામાં આવી. અને વિ.સં. ૧૪૨૯માં ભવ્ય મહોત્સવ રચીને પ્રતિષ્ઠિત કરવામાં આવી.
આ જિનાલયમાં મૂળનાયક પદે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીને ગાદીનશીન કરવામાં આવી. પ્રતિમાજી મૂળ નાકોર નગરના હોવાથી “શ્રી નાકોડા પાર્શ્વનાથ” ના નામથી પ્રસિધ્ધ પામ્યા. હવે તો વીરમપુર પણ નાકોડા નામથી જ જાણીતું થયું છે.
વિ.સં. ૧૫૬૪માં સદારંગ નામના શ્રેષ્ઠીએ આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. સત્તરમાં સૈકા સુધી આ નગર સમૃધ્ધ રહ્યું હતું. પછી આ ગામની
શ્રી નાકોડા ભૈરવજી
૨૫૧