________________
ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ-જિનાલયમાં પ્રવેશ દ્વાર પાસે શાસન રક્ષક દેવ તથા દેવીઓ સહિત અન્ય પ્રતિમાજી બિરાજમાન છે. જે અત્યંત દર્શનીય છે. પરમ પ્રભાવક છે. અહીં શ્રી ધરણેન્દ્રનાગરાજની પ્રતિમાજી બિરાજમાન છે.
| શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામીએ શ્રી ઉવસગ્ગહરં સ્તોની રચના કરી છે. વર્તમાનકાળમાં જૈન-જૈનેતરો આ સ્તોત્રનો શ્રધ્ધાપૂર્વક જાપ કરે છે.
આ સ્તોત્રની મૂળ છ ગાથા હતી. તેના આરાધનથી નાગરાજ ધરણેન્દ્રને વારંવાર આવવું પડતું હતું. એક વખત ધરણેન્દ્રએ શ્રી ભદ્રબાહુ સ્વામીને વિનંતી કરી આ છ ગાથાના આરાધનથી હું મારા સ્થાને રહી શકતો નથી. આપ કૃપા કરીને છઠ્ઠી ગાથા ભંડારી દો. પાંચ જ ગાથાનું આરાધન કરનાર સત્પરુષને હું ત્યાં રહીને સહાયતા કરીશ. ત્યારથી પાંચ ગાથાવાળું આ સ્તવન ગણાય છે. આ પાંચ જ ગાથા સાચી છે. બાકીનું પાછળથી ઉમેરેલું છે.
શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની માળા કરતાં પહેલા નવકારમંત્રની એક બાંધી નવકારવાળી કરવી પછી પાંચ ગાથા સાથે ઉવસગ્ગહર સ્તોત્રના ૧૦૮ વાર જાપ કરવા. સામે શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી. નાગરાજ ધરણેન્દ્ર પ્રસન્ન રહે છે.
શ્રી ધરણેન્દ્ર દેવ
૨૪૯