________________
આબાદી નષ્ટ થઈ હતી. વીરમપુરનું નામ “મવાનગર' ક્યારે જાણીતું થયું તેની કોઈનોંધ મળતી નથી. સત્તરમાં સૈકામાં અહી પલ્લીવાલ ગચ્છના જૈન પરિવારો મોટી સંખ્યામાં વસતા હતા તેવા ઉલ્લેખો છે.
શ્રી નાકોડા ભૈરવજી ખરતરગચ્છના અધિષ્ઠાયક દેવ શ્રી નાકોડા ભૈરવજીના ચમત્કારો જગતમાં પ્રસિધ્ધ છે. આ સમ્યકત્વ પ્રાપ્ત જિનારાધક દેવ છે. સર્વ પ્રથમ જૈન શાસનમાં તેની સાધના બારમી શતાબ્દીના પ્રૌઢ વિદ્વાન ખરતરગચ્છાચાર્ય, યુગપ્રધાન દાદા શ્રી જિનદત્તસૂરિશ્વરજી મહારાજે કરી હતી.
બાવનવીર અને ચોસઠ યોગિનીઓને સાધનારા દાદા સાહેબ અલૌકિક પ્રતિભાથી સંપન્ન હતા. તેમની સામે ભૈરવાદિ દેવ હાથ જોડીને સેવામાં હાજર રહેતા હતા. ત્રીજા દાદા સાહેબ આ.શ્રી જિનકુશલ સૂરીશ્વરજી મહારાજની પાસે હંમેશા કાળા અને રૂપવાન ભૈરવ સેવામાં ઉપસ્થિત રહેતા હતા. ખરતરગચ્છ તથા ભૈરવ દેવમાં ધીરે ધીરે એટલો નાતો બંધાઈ ગયો કે ભૈરવ દેવ ખરતરગચ્છના અધિષ્ઠાયક દેવ માનવામાં આવ્યા. ફળ સ્વરૂપે ખરતરગચ્છીય શ્રાવકો દ્વારા નિર્મિત તથા ખરતરગચ્છીય આચાર્યો દ્વારા પ્રતિષ્ઠિત જિનમંદિરોમાં ભૈરવની સ્થાપના થવા લાગી. - એ સ્વતઃ સિધ્ધ છે કે જ્યાં જ્યાં ખરતરગચ્છના મંદિર છે તેમાં ભૈરવદેવ અવશ્ય હશે. જે મંદિરમાં ભૈરવ હશે ત્યાં સ્વાભાવિક તથા પ્રમાણિક રૂપથી તે જિનાલમાં ખરતરગચ્છનું હશે પરંતુ હવે દરેક જિનાલયોમાં શ્રી નાકોડા ભૈરવની સ્થાપના કરવામાં આવતી હોય છે. શ્રી નાકોડા ભૈરવ તે ખરતરગચ્છનું એક પ્રતિક છે.
શ્રી નાકોડા તીર્થમાં ભૈરવ દેવની સ્થાપના વિક્રમ સંવત ૧૫૧૨માં ખરતરગચ્છાચાર્ય “શ્રી જિન કીર્તિરત્નસૂરિશ્વરજી મહારાજ દ્વારા મંદિરની પ્રતિષ્ઠા વખતે કરવામાં આવી હતી.
શ્રી નાકેડા ભૈરવજી
૨૫૨