________________
શ્રી નાકોડા ભૈરવજી રાજસ્થાનના બાડમેર જિલ્લાના મેવાનગર (સ્ટે. બાલોતરા) ખાતે શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય અને ભવ્ય જિનાલય આવેલું છે. આ તીર્થ પહાડોની વચ્ચે શોભી રહ્યું છે. બાલોતરા રેલ્વે સ્ટેશનથી ૧૩ કિ.મી.ના અંતરે આ તીર્થ આવેલું છે.
આ તીર્થસ્થળ જોધપુરથી ૧૧૦ કિ.મી. તથા રાણકપુરથી ૨૩૦ કિ.મી.ના અંતરે છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની સર્વોત્તમ સગવડ છે. આ તીર્થની નજીક જાલોર અને ભાંડવપુર તીર્થ નજીક પડે છે.
આ તીર્થના અધિષ્ઠાયક દેવ શ્રી ભૈરવજી સદા જગૃત છે. જે શ્રી નાકોડા ભૈરવથી જગવિખ્યાત છે. શ્રી નાકોડા ભૈરવજીને ‘ભેરોજી' પણ કહે છે.
મેવાનગર (રાજસ્થાન)માં શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની શ્યામરંગી, પદ્માસનસ્થ, સપ્તફણાથી અલંકૃત, દિવ્યતાના તેજ પ્રસરાવતી પ્રતિમાજી છે.
મેવાનગરનું પ્રાચીન નામ વીરમપુર હતું. વિક્રમ સંવત પૂર્વે ત્રીજા સૈકામાં આ નગર હતું. પણ આજે આ તીર્થ સ્થાન સિવાય કશું નથી.
આ અંગેનો ઈતિહાસ આ પ્રમાણે છે. એક મહારાજાને વીરમદત્ત અને નાકોરસેન નામના બે રાજપુત્રો હતા. બન્ને રાજકુમારોએ વીરમપુર અને નાકોરનગર નામના નગરો વસાવ્યાં. અને બન્ને નગરો ટૂંકા ગાળામાં સમૃધ્ધ થયા. બન્ને રાજપુત્રોએ બન્ને નગરીમાં ભવ્ય જિનપ્રાસાદોના નિર્માણ કર્યાં. વીરમપુરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું જિનાલય તથા નાકોર નગરમાં શ્રી સુપાર્શ્વનાથ સ્વામીના દર્શનીય અને ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા શ્રી યૂલિભદ્રસ્વામીના વરદ હસ્તે કરાઈ
હતી.
| કાળનો પ્રવાહ વહેતો રહ્યો. બન્ને જિનાલયોના જીર્ણોધ્ધાર થતાં રહ્યાં. વીર સંવત ૨૮૧માં મહારાજા સંપત્તિએ બન્ને જિનાલયોનો જીર્ણોધ્ધાર કરાવ્યો અને આચાર્ય ભગવંત શ્રી આર્યસુહસ્તિસૂરિની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. વીર સંવત ૨૦૫માં મહારાજા વિક્રમાદિત્યે આ બન્ને જિનાલયોનો જીર્ણોધ્ધાર કરાવીને શ્રી સિધ્ધસેન દિવાકરસૂરિના હસ્તે પ્રતિષ્ઠા કરાવી
હતી.
શ્રી નાર્કોડા ભૈરવજી
૨૫૦