________________
જણાયો, મેઘમાળીને થયું કે પોતાની તમામ શક્તિ પ્રભુના પ્રભાવ પાસે ક્ષીણ થઈ ગઈ છે. પ્રભુ એક મુષ્ટિથી પર્વતને પણ ચૂર્ણ કરવા સમર્થ છે પણ કરૂણાનિધિ હોવાથી મને ભસ્મ કરતા નથી. પરંતુ મનેતો આ ધરણેન્દ્રનો ભય લાગે છે શું કરું ? હા...જો પ્રભુનું શરણ મળે તો જ હું ઉગરી શકીશ. અને મારું હિત એમાં જ સમાયેલું છે.
આમ વિચારી મેઘમાળી પ્રભુની પાસે આવ્યો અને વંદન કરીને બોલ્યો : પ્રભુ, આપ તો અપકારીજન પર ક્રોધ કરતાં ની. આપ મારા પર કૃપા વરસાવીને મારા તમામ અપરાધોની ક્ષમા આપો...મારી રક્ષા કરો. ‘આ પ્રમાણે કહીને પ્રભુને ખમાવી, વંદન કરીને મેઘમાળી દેવ પશ્ચાતાપ કરતો પોતાના સ્થાને ગયો.
ત્યાર પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગ રહિત જાણીને નાગરાજ ધરણેન્દ્ર સ્તુતિ અને વંદન કરીને પોતાના સ્થાનકે ગયા.
શ્રી અહિચ્છત્રા પાર્શ્વનાથ કુરુજાંગલ દેશમાં અહિચ્છત્રા નામે નગર આવેલું હતું. તેની પાર્શ્વતીર્થ તરીકે ભારે ખ્યાતિ હતી. એમ કહેવાય છે કે મેઘમાળીએ પાર્શ્વનાથ ભગવાનને જે સ્થાને ઉપસર્ગ કર્યો હતો અને જ્યાં ધરણેન્દ્ર નાગરાજે આવીને તેમના માથે છત્ર ધર્યું હતું. તે સ્થાન અહિચ્છત્રા નામે પ્રસિધ્ધ થયું. આ સ્થળ ઉત્તર પ્રદેશના બરેલી જીલ્લામાં આવેલા એઓનાલા ગામથી ૮ માઈલના અંતરે રામનગર શહેર છે ત્યાંથી દક્ષિણમાં સાડાત્રણ માઈલના ઘેલાવામાં જે ખંડેરો પડેલા છે તે જ પ્રાચીનકાળની અહિચ્છત્રા નગરી છે.
શ્રી ધરણેન્દ્ર તીર્થ રાજસ્થાનની અરવલ્લીની પહાડીમાં ધમાસાની નેળ પાસે શ્રી ધરણેન્દ્ર તીર્થ આવેલું છે. આચાર્ય ભગવંત શ્રી લક્ષ્મી સાગરસૂરિજી મહારાજના ઉપદેશથી કફોડી સ્થિતિ માં મહારાણા પ્રતાપે આ પ્રભુજીની ભક્તિ કરી હતી. અને મહારાણા પ્રતાપ પાછા માભોમની રક્ષા કાજે તૈયાર થઈ શક્યા. એવો એનો મહિમા છે.
શ્રી ધરણેન્દ્ર દેવ
* ૨૪૭