________________
તરત જ સેવકોએ પાર્શ્વકુમારે કહ્યું તે પ્રમાણે કર્યું. કાષ્ઠમાંથી એક મોટો સર્પ નીકળ્યો પછી જરા બળેલા તે સર્પને પાર્શ્વકુમારે બીજા પુરુષો પાસે નવકાર મંત્ર સંભળાવ્યો અને પચ્ચખાણ અપાવ્યા.
તે સમાધિવાળા નામે પણ પાર્શ્વકુમારની કૃપા દૃષ્ટિથી સિંચાતા શુધ્ધ બુધ્ધિએ તે નવકાર સાંભળ્યો અને પચ્છખાણ ગ્રહણ કર્યા. એ પછી તરત જ આયુષ્ય પૂર્ણ થવાથી નવકાર મંત્રના પ્રભાવથી તેમજ પાર્શ્વપ્રભુના દર્શનથી મૃત્યુ પામીને તે નાગ ધરણેન્દ્ર નામનો નાગરાજ થયો.
- ત્યાં ઉભેલા નગરજનો આ ઘટનાથી આવાક બની ગયા. અને અરસ પરસ બોલવા લાગ્યા : “પાર્શ્વકુમારનું જ્ઞાન અને વિવેક અસાધરણ છે...'
લોકો તરત જ પોતાના સ્થાને જવા લાગ્યા.
આ તરફ આ બનાવથી કમઠનું અભિમાન ઘવાયું. કમઠ તાપસે વિશેષ કકારી તપ કરવા માંડ્યું. પરંતુ મિથ્યાત્વીને અત્યંત કષ્ટ ભોગવ્યા છતાં જ્ઞાન
ક્યાંથી હોય? અનુક્રમે કમઠ તાપસ મૃત્યુ પામીને ભુવનવાસી દેવોની મેઘકુમાર નિકાયમાં મેઘમાળી નામે દેવતા થયો.
પાર્શ્વકુમારે પોષવદિ અગિયારસના દિવસે અઠ્ઠમ તપની આરાધના કરીને ત્રણસો રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી. એક દિવસ શ્રી પાર્શ્વનાથ પ્રભુ વિચરણ કરતાં કરતાં કોઈ તાપસના આશ્રમ પાસે પહોંચ્યા. તે વખતે સાયંકાળ થઈ ગયો હતો એટલે તેઓ નજીકના એક કૂવાની પાસે, વડના વૃક્ષ નીચે ઊભા રહીને કાર્યોત્સર્ગ કરવા લાગ્યા. એ રાત્રીએ એમને અનેક જાતના ઉપદ્રવો થયા, પરંતુ મહાસત્વશાળી અને દઢ પ્રતિજ્ઞ હોવાથી તેઓ એનાથી જરાપણ ચલિત થયા નહિ. અધુરામાં એ રાત્રીએ મૂશળધાર વરસાદ તૂટી પડ્યો. ચારે તરફ જળબંબાકાર થઈ ગયું. છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન તૂટ્યું નહિ. જળનો પ્રવાહ પ્રથમ તેમના કાંડા સુધી આવ્યો પછી ઢીંચણ સુધી આવ્યો અને છેવટે કમ્મરને પણ ડૂબાડી દીધી. છતાંયે મહાધીર ધ્યાનમાં જ મગ્ન રહ્યાં.
અને...જળનો પ્રવાહ શ્રી પાર્શ્વનાથ પ્રભુના કંઠ સુધી આવી પહોંચ્યો. પરંતુ મેરું ડગે તો એ ડગે. શ્રી પાર્શ્વ પ્રભુ પોતાના સ્થાનેથી અને ધ્યાનથી જરાપણ
શ્રી ધરણેન્દ્ર દેવ
૨૪૫