________________
શ્રી ધરણેન્દ્ર દેવ વર્તમાન ચોવીશીના ચોવીશે તીર્થકર ભગવંતોમાં ૨૩ માં તીર્થકર ભગવંત શ્રી પાર્શ્વનાથ પ્રભુ લૌકિક દૃષ્ટિએ સૌથી વધુ પ્રભાવશાળી ગણાય છે. આચાર્ય ભગવંત શ્રી દેવભદ્રસૂરિજી શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરના પ્રભાવનું વર્ણન કરતાં કહે છે. “શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જે પ્રાણી સ્મરણ કરે છે, સ્તુતિ કરે છે, પૂજે છે. નમસ્કાર કરે છે. સ્નાન કરાવે છે, શોધે છે અથવા જુએ છે તે પ્રાણીને આ પૃથ્વી પર ચાલતો કોઈપણ સર્પ ઉપદ્રવ કરતો નથી. મનુષ્યોના સમૂહને મોટું સુખ ઉત્પન્ન કરવા માટે શ્રી ધરણેન્દ્ર દેવે સ્વયં પ્રભુના નામના ઉચ્ચાર પૂર્વકની છત્રીશ ગુણની પ્રાપ્તિવાળી હજાર મંત્રવિદ્યા રચી છે. તેનું ધ્યાન કરવાથી જેમ સૂર્ય વડે હિમ નાશ પામે છે તેમ ચર અને સ્થિર વિષના ઉદ્ગારવાળી દાઢારૂપી અગ્નિ વડે દશ્ય અને અદેશ્ય ઉત્પન્ન થયેલું દુઃસ્થપણે તત્કાળ નાશ પામે છે.”
- જ્યારે પાર્શ્વકુમારે પિતાની આજ્ઞા મસ્તકે ધારણ કરીને પ્રભાવતી સાથે વિવાહ કર્યા. પાર્શ્વકુમારનો વિવાહોત્સવ નગરીમાં ભવ્ય રીતે ઉજવાયો. એક વર્ષ સુધી લોકોના કર માફ કરવામાં આવ્યા હતા | પાર્શ્વકુમાર અને પ્રભાવતીના દિવસો આનંદથી પસાર થવા લાગ્યા હતા.
એક દિવસ પાર્શ્વકુમાર ભવનના ઝરૂખે બેસીને કાશીનગરીના રાજમાર્ગને જોઈ રહ્યાં હતા. પાર્શ્વકુમારને આજે કંઈક આશ્ચર્ય ઉત્પન્ન થયું કે રાજમાર્ગ પરથી લોકોના ટોળે ટોળા ફૂલની છાબડી લઈને ક્યાં જઈ રહ્યાં હશે ?
પાર્શ્વકુમારે તરત જ એક સેવકને બોલાવીને કહ્યું : “આજે કોઈ ઉત્સવ છે કે જેથી લોકો ઘણા અલંકારો ધારણ કરીને નગર બહાર જાય છે ?
‘કુમારશ્રી, આજ કોઈ ખાસ મહોત્સવ હોય તેવું યાદ આવતું નથી.'
“તો પછી આટલા બધા લોકો હાથમાં ફૂલની છાબડીઓ લઈને નગર બહાર કેમ જાય છે? પાર્શ્વકુમારે પ્રશ્ન કર્યો.
“અન્નદાતા, આવું તો હમણાં કેટલાક દિવસોથી ચાલે છે. પેલા જોગીના દર્શન માટે લોકો ઘેલા બન્યા છે. સેવકે પોતાની જાણ મુજબ ઉત્તર આપ્યો.
પેલો એટલે કયો જોગી ?' પાર્શ્વકુમારને વધુ જાણવાની ઈચ્છા થઈ. કૃપાળુ, કમઠ નામનો એક જટાળો જોગી કેટલાક દિવસથી આપણા
શ્રી ધરણેન્દ્ર દેવ
૨૪૩