________________
ધરણેન્દ્ર - પદ્માવતી દેવીની સાધના કરે છે ત્યારે તેનું પરિણામ ઝડપથી આવે છે. અને પ્રાર્થના કરનારની સર્વ ઈચ્છા પૂરી થાય છે. બીજા તીર્થકરોના અધિષ્ઠાયક દેવ-દેવીઓ કરતાં પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક દેવ-દેવીના મહત્વનું મુખ્ય કારણ આ જ દેખાય છે. અને તેમાં ઘણું તથ્ય પણ રહેલું છે. જૈન શાસનના ઉત્કર્ષ અર્થે આપણા મહાન આચાર્યોએ ધરણેન્દ્ર, પાર્શ્વયક્ષ અને પદ્માવતી દેવીની સાધના વડે અભૂત સિધ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને તે સમજવા માટે ભૂતકાળ તરફ દૃષ્ટિ દોડાવવી પડે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી પાર્શ્વયક્ષ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્શ્વ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન
શ્રી પાર્શ્વયક્ષ
૨૪૧