________________
કરે છે. આ બધું સર્પ સાથેના તેમના બધાના ઘનિષ્ટ સંબંધો હોવાનું સૂચવે છે.
જૈન શાસ્ત્રોમાં તીર્થો અને તીર્થંકર ભગવંતોના વિપ્નો અને સંકટોને દૂર કરવા માટે દરેક તીર્થકરને અધિષ્ઠાયક દેવો અને દેવીઓ હોવાની વાતનો ઉલ્લેખ છે. એટલું જ નહિ, પરંતુ તપસ્વીઓ, ભક્તજનો અને સાધકોને આવા અધિષ્ઠાયક દેવ-દેવીઓએ સહાય કર્યાના દાખલાઓ પણ જોવામાં આવે છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનના મુખ્ય અધિષ્ઠાયક દેવ-દેવી પાર્શ્વયક્ષ અને પદ્માવતી દેવી અતિ પ્રસિધ્ધ છે. નાગરાજ ધરણેન્દ્ર પણ એક એવા જ દેવ છે. આ ઉપરાંત જયા, વિજયા, વૈરોચ્યા, અપરાજિતા તથા સોળ વિદ્યાદેવીઓ, ચોસઠ ઈન્દ્રો, દશ દિક્યાલો, નવગ્રહો, યક્ષો પણ પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક દેવ-દેવીઓ કહેવાય છે.
આ બધા દેવ-દેવીઓમાં ભક્તોના મનવાંછિત પૂરવામાં તેમજ તેમના વિઘ્નો દૂર કરવામાં નાગરાજ ધરણેન્દ્ર, પાર્શ્વયક્ષ અને માતા પદ્માવતી દેવીનું
સ્થાન અતિ મહત્વનું છે. આવા અદ્ભૂત મહાસ્યનું મૂળ કારણ એમ લાગે છેકે મંત્રો તેમજ વિદ્યાઓનું શાસન ભગવાન પાર્શ્વનાથના સમયમાં કીર્તિની ટોચે પહોંચ્યું હતું. અને જ્ઞાતધર્મ કથાગ - શ્રુતસ્કંધના આધારે એમ કહી શકાય કે પાર્શ્વનાથ ભગવાનના ઘણા અનુયાયીઓ (શ્રમણીઓએ) અનન્ય ભક્તિ અને શુધ્ધિ વડે કાળધર્મ પામ્યા બાદ ભુવનપતિના તેમજ વ્યંતર અને વૈમાનિકના મુખ્ય દેવોની દેવીઓ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નિર્વાણકલિકામાં વૈરોપ્પા તેમજ પદ્માવતી દેવીનો ધરણેન્દ્રની પત્નીઓ તરીકેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તે સ્વાભાવિક રીતે બધા તીર્થકરોના અધિષ્ઠાયક દેવ-દેવીઓમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક દેવ-દેવી ધરણેન્દ્ર અને પદ્માવતીનું અનોખું સ્થાન હોવાને કારણે સાધકો જ્યારે પાર્શ્વનાથ ભગવાનની પ્રાર્થના કરે છે અને
શ્રી પાર્શ્વયક્ષ
૨૪૦