________________
શ્રી પાર્શ્વયક્ષા ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્થીએ શ્રી પાર્થ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે સમયે શક્રેન્દ્ર વગેરે દેવતાઓએ આસનકંપથી આ હકીકત જાણી તરત જ ત્યાં આવીને સમવસરણની રચના કરી.
પ્રભુએ પૂર્વ દ્વારેથી સમવસરણમાં પ્રવેશ કર્યો.
સમવસરણની વચ્ચે આવેલા સત્તાવીશ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી પછી “તીર્થાય નમઃ' એમ ફરમાવીને શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પૂર્વાભિમુખે સર્વોત્તમ એવા રત્નસિંહાસન પર બિરાજમાન થયા.
વ્યંતરોએ બીજા ત્રણેય દિશાઓમાં પ્રભુના પ્રભાવથી પ્રભુની જેવા બીજા ત્રણ પ્રતિબિંબો વિકુવ્ય.
ચારે નિકાયના દેવો, દેવીઓ, નર-નારીઓ, સાધુ-સાધ્વીઓ એમ બારેય પર્ષદા પ્રભુને નમન કરીને પોતપોતાના સ્થાને બેઠાં.
મહારાજા અશ્વસેન અને વામાદેવીને સમાચાર મળ્યા કે શ્રી પાર્શ્વનાથ પ્રભુને કેવજ્ઞાન ઉત્પન્ન થયું છે. આથી રાજપરિવાર સમવસરણમાં આવ્યો અને ઉચિત સ્થાને બેઠક ગ્રહણ કરી. | શ્રી પાર્શ્વનાથ ભગવંતે દેશના આપી અને અસાર સંસારનું રહસ્ય સમજાવ્યું. ધર્મ જ ભવભ્રમણના ફેરામાંથી તારી શકે છે તે વાત સૌને સમજાવી. પ્રભુની દેશના સાંભળીને અનેક ભવ્ય જીવોએ પ્રવજ્યા અંગીકાર કરી. અશ્વસેન રાજાએ તત્કાળ પોતાના લઘુ પુત્ર હસ્તિસેનને રાજયનો કારભાર સોંપીને દીક્ષા ગ્રહણ કરી. વામા દેવી તથા પ્રભાવતીએ પણ પ્રવજ્યાનો માર્ગ ધારણ કર્યો.
પ્રભુને આર્યદત્ત સહિત ગણધરો થયા. પ્રભુએ તેમને સ્થિતિ, ઉત્પાદ અને વ્યયરૂપ ત્રિપદી કહી સંભળાવી.
તે ત્રિપદી સાંભળવાથી તેમણે સદ્ય દ્વાદશાંગીની રચના કરી. પ્રથમ
શ્રી પાર્શ્વયક્ષ
૨૩૮