________________
આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદમાં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ-જિનાલયમાં પ્રવેશ દ્વાર પાસે શાસન રક્ષક દેવ તથા દેવીઓ સહિત અન્ય પ્રતિમાજી બિરાજમાન છે. જે અત્યંત દર્શનીય છે. પરમ પ્રભાવક છે. પરમ પ્રભાવક છે. અહીં શ્રી માણિભદ્ર વીર ની પ્રતિમાજી બિરાજમાન છે.
શ્રી માણિભદ્ર વીરની સ્તુતિ ધારેલું સહુ કામ સિધ્ધ કરવા, છો દેવ સાચા તમે, ને વિપ્નો સઘળા વિનાશ કરવા, છો શક્તિશાળી તમે. સેવે જે ચરણો ખરા હૃદયથી, તેને ઉપાધિ નથી. એવા શ્રી માણિભદ્ર દેવ તમને, વંદુ ઘણા ભાવથી.
દેવા સુખ સમસ્ત જનને, જે છે સદા જાગતા, સેવા કરનારના પલકમાં, કષ્ટો બધા કાપતા. સિધ્ધિ સર્વ મળે અને ભય ટળે, આપે સદા સન્મતિ, એવા શ્રી માણિભદ્ર દેવ નમતાં, આનંદ થાયે અતિ.
શ્રી માણિભદ્ર વીર
૨૩૬