________________
‘અમને કડવામતીના આચાર્યે મંત્રશક્તિથી વચનબધ્ધ કર્યાં છે. આપની સાથે યુધ્ધ કર્યા વિના ઉપદ્રવ શાંત કરી શકીએ તેમ નથી.’
આથી તરત જ શ્રી માણિભદ્ર ઈન્દ્રે ભૈરવોને યુધ્ધ માટે લલકાર્યા. યુધ્ધ થયું. અલ્પ સમયમાં શ્રી માણિભદ્ર ઈન્દ્ર સામે ભૈરવો પરાસ્ત થઈ ગયા.
ભૈરવદેવોએ વિનંતી કરી : ‘સ્વામી, અમે આપના શરણાગત થયા છીએ. અત્યારથી જ મુનિઓ પરનો ઉપદ્રવ દૂર થઈ જશે. બીજી એક વિનંતી છે કે જ્યા જ્યાં આપની સ્થાપના થાય ત્યાં આપના સેવક રૂપે મારી પણ સ્થાપના
214...'
શ્રી માણિભદ્ર ઈન્દ્રે ભૈરવોની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.
શ્રી માણિભદ્રદેવે આચાર્ય ભગવંતને જણાવ્યું : ‘ ગુરૂ ભગવંત, જ્યાં આપ બિરાજમાન થયા છો તે જ સ્થળે મારો માનવ દેહ ઢળી પડ્યો હતો. અને હું આપના પ્રભાવથી ઈન્દ્ર બન્યો છું. આપ આ સ્થળે મંત્રાક્ષરોથી પિંડીની સ્થાપના કરો. આ સ્થાનનો મહિમા વધી જશે.’
આચાર્ય ભગવંતે શ્રી માણિભદ્રવીરની વિનંતીનો સહર્ષ સ્વીકાર કર્યો. એમણે પગની પિંડીના આકારની સ્થાપના મહા શુદિ પાંચમે મગરવાડા ગામની બહાર કરી. અને તે સ્થાન આજે શ્રી મગરવાડીઆ વીરના નામે પ્રખ્યાત છે.
આ.ભ. શ્રી હેમવિમલસૂરિજી મહારાજે પિંડીની સ્થાપના કરીને શ્રી માણિભદ્રવીરને જિનશાસનના અધિષ્ઠાયક ની સાથે તપાગચ્છ રક્ષકની પદવી પણ એનાયત કરી.
આ.ભ. શ્રી શાંતિ સોમસૂરીશ્વરજી મહારાજે શ્રી માણિભદ્રવીરને પ્રત્યક્ષ ક૨વા એકસો એકવીસ ઉપવાસની ઉગ્ર તપસ્યા કરીને શ્રી માણિભદ્રવીરને પ્રત્યક્ષ કર્યાં હતા.
ત્યાર પછી શ્રી માણિભદ્રવીરની આજ્ઞાનુસાર વિક્રમ સંવત ૧૭૩૩માં મહાસુદ પાંચમના દિવસે આગલોડ બહાર વીરના બતાવેલ
શ્રી માણિભદ્ર વીર
૨૩૪