________________
‘જ્ય શત્રુંજય’ ના નાદ સાથે માણેકશાહની કાયા ત્યાંને ત્યાં ઢળી પડી. માણેકશાહનું પ્રાણ પંખેરૂં ઊડી ગયું. તેના શરીરના ત્રણ ભાગ થયા. મસ્તક, પગ અને ધડ. શુભ ધ્યાન અને મંગલ ભાવના અંતરમાં રમતી હોવાના કારણે મૃત્યુ પામીને માણેક શાહને વ્યંતર નિકાય યક્ષજાતિના ઈન્દ્ર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વ્યંતરોના સોળ ઈન્દ્રો બતાવ્યા છે તેમાંના એક શ્રી માણિભદ્ર ઈન્દ્ર છે.
જ્યારે લૌકાશાહના યતિઓને જાણવા મળ્યું કે માણેકશાહે લોકામતિ ધર્મનો ત્યાગ કરીને ફરીને પવિત્ર શુધ્ધ તપાગચ્છીય ક્રિયાઓ સ્વીકારીને સેવા પૂજા, દેવદર્શન વગેરે કરવા લાગ્યા છે. તેના માટે આચાર્ય શ્રી હેમવિમલસૂરિ અને તેના શિષ્યો જ દોષિત છે.
આથી યતિઓ તંત્ર-મંત્રના પ્રયોગો કરીને ભૈરવને પ્રસન્ન કર્યો અને આ. હેમવિમલસૂરિ તથા તેમના શિષ્યોને ચિત્તભ્રમિત કરી દેવાની આજ્ઞા કરી. ભૈરવે આજ્ઞાનું પાલન કરીને આચાર્ય મહારાજના એક પછી એક એમ દસ મુનિવરોના કોઈપણ કારણ વિના મૃત્યુ થતા સકલ સંઘમાં હાહાકાર મચી ગયો.
ત્યારે આચાર્ય ભગવંતે એકાંતમાં સાધના આદરી અને અગિયારમા દિવસે શાસન દેવીએ દર્શન આપ્યા. આચાર્ય મહારાજે વિપદા જણાવી. ત્યારે શાસનદેવીએ કહ્યું : ‘આ ઉપદ્રવ પાછળ દૈવી શક્તિ છે. આવતીકાલે વિહાર કરીને ગુજરાતના પાલનપુર નજીક પહોંચશો ત્યારે એક અદ્ભૂત શક્તિશાળીનો ભેટો થશે. અને તેના થકી આ ઉપદ્રવ શાંત થશે.
આમ વિહાર કરતાં આચાર્ય ભગવંત શ્રી હેમવિમલસૂરિજી મ. તથા શિષ્યો મગરવાડાના વન્ય પ્રદેશ નજીક પહોંચી ગયા. ત્યાં આચાર્ય ભગવંત સાધનામાં બેસી ગયા.
જ્યારે આ તરફ ‘જય શત્રુંજય' ના ધ્યાનથી તથા નમસ્કાર મહામંત્રના સ્મરણથી માણેકચંદમાંથી શ્રી માણિભદ્રવીર બનેલા વ્યંતરેન્દ્ર પોતાના સુવર્ણ અને રત્નોથી જડિત સિંહાસન પર બિરાજમાન થયેલા છે. એમનો વૈભવ અપૂર્વ છે. તેમનો પરિવાર વિશાળ છે.
શ્રી માણિભદ્ર વીર
૨૩૨