________________
શ્રી માણિભદ્ર વીર તપાગચ્છ અધિષ્ઠાયક, જૈનશાસન રક્ષક દેવ શ્રી માણિભદ્રવીરની કથા રસપ્રચુર અને બોધક છે. શ્રી સિધ્ધાચલજીના શુભ સ્મરણ અને શ્રી નમસ્કાર મહામંત્રના રટણથી સુશ્રાવક માણેકચંદ બન્યા શ્રી માણિભદ્રવીર.
- આજે શ્રી જિનશાસનમાં શાસનદેવ તરીકે શ્રી માણિભદ્ર વીરની પૂજા થાય છે. જૈન-જૈનેતરો ભક્તિભાવ પૂર્વક શ્રી માણિભદ્રવીરની ભક્તિ કરે છે. શ્રી માણિભદ્રવીર જાગૃત દેવ છે. સાચા હૃદયથી અને શ્રધ્ધા પૂર્વક શ્રી માણિભદ્રવીરની ભક્તિ કરવામાં આવે તો ભક્તોની પીડા હરી લે છે.
| શ્રી માણિભદ્રવીરની ભક્તિ કરવાથી અનેક ભક્તોને પરચા મળ્યા હોવાનું જાણવામાં આવે છે.
ઉજજૈન નગરીમાં ધર્મપ્રિયશાહ અનેજિનપ્રિયા નિવાસ કરતાં હતા. સુશ્રાવક ધર્મપ્રિયશાહ પાસે અખૂટ સમૃધ્ધિ હતી પરંતુ શેરમાટીની ખોટ હતી. સમય જતાં ધર્મપ્રિયશાહને ત્યાં પુત્ર જન્મ થયો. એ બાળકનું નામ માણેકચંદ પાડવામાં આવ્યું.
માણેકચંદની કુમળી વયે જ પિતા પરલોક સિધાવી ગયા. માતા જિનપ્રિયાએ માણેકચંદને ધર્મ સંસ્કારોથી આપીને મોટો કર્યો. અને નગરીના શ્રેષ્ઠીની સુંદર, સુશીલ અને સંસ્કારી કન્યા આનંદરતિ સાથે તેના વિવાહ કરાવ્યા.
માણેકચંદ દરરોજ શ્રી જિનદર્શન, સેવાપૂજા, ધર્મઆરાધના કરતો હતો. એક દિવસ ઉજ્જૈનમાં લૌકશાહના યતિઓ આવ્યા. અને યતિઓના પ્રવચનો સાંભળીને માણેકચંદની મતિ ફરી ગઈ. તેણે દેવદર્શન, સેવાપૂજાનો ત્યાગ કર્યો. ત્યારે દુઃખી થયેલી માણેકચંદની માતાએ પોતાનો પુત્ર સન્માર્ગે ન આવે ત્યાં સુધી ઘીનો ત્યાગ કર્યો. માણેકચંદની પત્ની આનંદરતિએ પણ ઘીનો ત્યાગ કર્યો.
એક દિવસ નગરીમાં આચાર્ય શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજા પોતાના શિષ્યવૃંદ સાથે પધાર્યા. શાસનથી ઉન્માર્ગે ગયેલા માણેકચંદે આચાર્ય ભગવંતના શિષ્યોની આકરી કસોટી કરી. કસોટી કર્યા બાદ માણેકચંદને ભારે પસ્તાવો થયો. માણેકચંદે આચાર્ય ભગવંત પાસેથી જાણ્યું કે મૂર્તિપૂજા શાસ્ત્ર સંમત છે. આમ માણેકચંદના અંતર-મનમાંથી લૌકશાહના યતિઓનો પ્રભાવ સર્વથા નષ્ટ થયો.
શ્રી માણિભદ્ર વીર
૨૩૦