________________
માણેકચંદ પુનઃ સેવાપૂજા કરવા લાગ્યો.
એકવાર માણેકચંદને વેપારના કામકાજ અર્થે આગ્રા જવાનું થયું, ત્યાં આચાર્ય ભગવંત પાસેથી શ્રી સિધ્ધાચલજીની યશોગાથા સાંભળતાં અડવાણા પગે મૌનવ્રત, નવકારમંત્ર અને શત્રુંજયનું ધ્યાન, ચઉવિહારા ઉપવાસ સાથે જવાની પ્રતિજ્ઞા ધારણ કરી.
માણેકચંદે આચાર્ય ભગવંત પાસે પ્રતિજ્ઞા લીધી.
કાર્તિક પૂર્ણિમાના શુભ દિવસે આચાર્ય ભગવંત શ્રી હેમવિમલસૂરિજી પાસે મંગલાચરણનું શ્રવણ કરીને માણેકચંદગિરિરાજ સિધ્ધાચલ ભણી મંગળમય પાવન પ્રસ્થાન આદરી દીધું.
આગ્રાના જૈન સંઘે સ્નેહભરી વિદાય આપી.
માણેકશાહ શત્રુંજય યાત્રાના સંકલ્પપૂર્વક નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં પ્રયાણ કર્યું. માણેકશાહ શ્રધ્ધા અને ભક્તિ સાથે બધી આવશ્યક ક્રિયાઓનું પાલન કરીને અડવાણા પગે નમસ્કાર મહામંત્ર તથા શત્રુંજયનું ધ્યાન ધરીને પંથ કાપતાં ગુજરાતમાં પ્રવેશ કર્યો.
પાલનપુર નજીક મગરવાડાની પાસે આવેલા વન્ય પ્રદેશમાંથી માણેકશાહ ઝડપભેર આગળ વધી રહ્યાં હતા. આ વિસ્તારમાં ચોર, ડાકુ, લુંટારાઓનો ભય સદા રહેતો હતો.
માણેકશાહે તો એવો કોઈ ભય મનમાં રાખ્યો નહોતો. એનું સમગ્ર ચિત્તતંત્ર શત્રુંજય ગિરિવરમાં સ્થિર હતું. નવકારમંત્રનું તથા શ્રી આદિનાથ પ્રભુનું પુનીત સ્મરણ એમના હૈયામાં રમતું હતું.
ત્યારે ચાર લૂંટારાઓએ પડકાર ફેંક્યો. માણેકશાહતો શત્રુંજય ગિરિવરના ધ્યાનમાં લીન હતા તેથી તેમણે કંઈ સાંભળ્યું નહિ. તેઓ તો તીવ્ર ગતિથી ચાલ્યા જતા હતા.
લુંટારાનો સરદાર અને તેના ત્રણ સાથીઓ માણેકશાહ પાસે આવ્યા અને માર્ગ રોક્યો. અને કંઈપણ બોલ્યા વગર ચારેય લૂંટારાઓ માણેકશાહ પર તૂટી પડ્યા. તડ..તડ..તડ..તલવારો ઝીંકાઈ.
શ્રી માણિભદ્ર વીર
, ૨૩૧.