________________
શ્રી માણિભદ્રવીરનો બાહ્ય પરિચય આ પ્રમાણેનો છે.
પરમ તેજસ્વી, પ્રભાવશાળી શ્રી માણિભદ્રવીરનો શ્યામ વર્ણ છે. એમના ગૌરવવંતા મસ્તક પર તેજસ્વી લાલવર્ણનો મુકુટ તેજ લીસોટા પાથરી રહ્યો છે.
શ્રી માણિભદ્રવીરના મુખ ઉપર મંદિરનો આકાર બનેલો છે. અને એમની દષ્ટિ આ મંદિરની સૃષ્ટિને નિહાળી રહી છે. આ મંદિર તે સિધ્ધાચલનું પ્રતીક છે. દિવસ - રાત તેનું જ ધ્યાન છે. ત્રિશુળ, ડમરૂં, મુગર, અંકુશ અને નાગના ચિન્હ સાથે છભુજાઓ દીપી રહી છે. શ્વેતરંગના ઐરાવત હાથી પર શ્યામ રંગના શ્રી માણિભદ્રવીરની પ્રતિમા કંઈક અપૂર્વ જ ભાસે છે.
શ્રી માણિભદ્રવીરની સેવામાં બાવનવીર અને ચોસઠ જોગણી તદાકાર બની છે. વીસ-વીસ હજાર સામાનિક દેવતાઓની વચ્ચે શ્રી માણિભદ્રવીરનો પ્રતાપ શોભી ઊઠ્યો છે.
{ આવા અદ્ભૂત અને અલૌકિક મહાસામ્રાજ્ય વચ્ચે બિરાજમાન શ્રી માણિભદ્ર વીરનું આસન અચાનક ચલિત બન્યું. તરત જ શ્રી માણિભદ્રવીરે પોતાના વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને એ જ્ઞાનમાં લાધેલા વિજ્ઞાનથી તેઓએ તરત જ સિંહાસનનો ત્યાગ કર્યો અને એ જ ક્ષણે શ્રી માણિભદ્રવીર ગુરૂ ભગવંતના ચરણોની સામે વિનમ્ર બનીને પહોંચી ગયા.
શ્રી માણિભદ્ર વીરે ધ્યાન દશામાં બિરાજમાન ગુરૂદેવને વંદન કર્યા અને કહ્યું : “હે ઉપકારી ગુરૂ ભગવંત, આપ નયન ખોલો. આપની અમી ભરેલી દષ્ટિથી આ સેવકને નિહાળો.
આચાર્ય દેવે પોતાની આંખો ખોલી.
માણિભદ્ર પોતાના ઉપકારી ગુરૂદેવને ગત જન્મનો પરિચય આપ્યો. અને કાર્ય માટેની આજ્ઞા માંગી.
ત્યારે આચાર્ય ભગવંતે સાધુ સમુદાયમાં મેલીશક્તિનો ઉપદ્રવ થઈ રહ્યો છે. તેનું નિરાકરણ લાવવાની વાત કરી. શ્રી માણિભદ્ર વીરે અવધિજ્ઞાનથી જાણ્યું કે આ ઉપદ્રવ કરનાર મારી સેનાનો સેવક કાળા ગોરા ભૈરવદેવ છે.
શ્રી માણિભદ્રવીરે ભૈરવોને પોતાની પાસે બોલાવ્યા. ત્યારે ભૈરવદેવે કહ્યું :
શ્રી માણિભદ્ર વીર
૨૩૩