________________
પૌરૂષી પૂરી થઈ એટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ દેશના સમાપ્ત કરી. બીજી પૌરૂષીમાં આર્યદત્ત ગણધરે દેશના આપી, ત્યારબાદ શક્રેન્દ્રદેવતાઓ સહિત મનુષ્યો પ્રભુને વંદન કરીને પોત પોતાના સ્થાને ગયા.
પાર્શ્વનાથના તીર્થમાં કાચબાના વાહનવાળો, કૃષ્ણ વર્ણ ધરનારો, હસ્તિ જેવા મુખવાળો, નાગની ફણાના છત્રથી શોભતો, ચાર ભુજાવાળો, બે વામ ભુજામાં નકુલ અને સર્પ અને બે દક્ષિણ ભુજામાં બિજોરૂં અને સર્પ ધારણ કરનારો પાર્થ નામે યક્ષ શાસન દેવતા થયો.
જ્યારે કુકુટ જાતિના સર્પના વાહનવાળી, સુવર્ણના વર્ણ જેવી, બે દક્ષિણ ભુજામાં મદ અને પાશ તથા બે વામ ભુજામાં ફળ અને અંકુશ ધરનારી પદ્માવતી નામે યક્ષિણી શાસનદેવી થઈ. તે બન્ને શાસનદેવતા નિરંતર પ્રભુની પાસે રહીને સેવા કરવા લાગ્યા.
વર્તમાન ચોવીશીના ત્રેવીસમાં તીર્થંકર ભગવંત શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવ શ્રી પાર્શ્વયક્ષ અને અધિષ્ઠાયિકા દેવી શ્રી પદ્માવતી દેવી છે. દરેક તીર્થકરને એક યક્ષ અને એક યક્ષિણી હોય છે.
પ્રભુ પાર્શ્વનાથના મસ્તક ઉપર નાગફણાની આકૃતિ જોવા મળે છે. એમનો યક્ષ પણ “પાર્થ” નામ ધરાવે છે. પાર્શ્વનો અર્થ છે પાસેનું, પડખેનું.
- શ્રી પાર્શ્વનાથ પ્રભુના જીવન સાથે સર્પ સંકળાયેલ છે. તાપસ કમઠનો પ્રસંગ ખૂબ જાણીતો છે. યક્ષમાં નાંખેલા કાષ્ઠમાંથી સર્પ બહાર કઢાવી, તેના અંતિમ સમયે શ્રી પાર્શ્વકુમારે નવકાર મંત્ર સંભળાવતાં તે મૃત્યુ પામી ધરણેન્દ્ર નામે ઈન્દ્ર થયો અને એ જ ધરણેન્દ્ર જ્યારે કમઠના જીવ મેઘમાળીએ ઉપદ્રવ કર્યો ત્યારે પ્રભુના મસ્તક ઉપર ત્રણ દિવસ ફણાનું છત્ર ધરી ઉપદ્રવને દૂર કર્યો.
બીજું, પાર્શ્વ યક્ષ અને ધરણેન્દ્ર પણ સર્પની ફણાનું છત્ર ધરાવે છે. તેમજ તેનું પ્રતીક પણ સર્પ છે. પદ્માવદી દેવી પણ એ જ પ્રમાણે છત્ર અને સર્પ ધારણ
શ્રી પાર્શ્વયક્ષ
૨૩૯