________________
સંપ્રદાયમાં તેમનું નામ મોખરે હતું. તેમના હાથે અનેક શાસનના કાર્યો સંપન્ન
થયા હતા.
બંધુ બેલડી આ.ભ. પૂ. પ્રેમસૂરિશ્વરજી મહારાજ તથા આ.ભ. પૂ. સુબોધસૂરીશ્વરજી મહારાજાના ગુરૂદેવ આ.ભ.પૂ.શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજાનું અંતિમ ચાતુર્માસ (સંવત ૨૦૧૪) સમીમાં હતું. આ અરસામાં તેઓશ્રીની વૃધ્ધાવસ્થાના કારણે શારીરિક અશક્તિ વધવા લાગી હતી. જેથી ચાતુર્માસ પહેલા જ તેઓશ્રીએ પોતાના સુશિષ્યોને પૂ.પં. શ્રી પ્રેમવિજયજી મ. તથા પં.શ્રી સુબોધ વિજયજી મહારાજ આદિ ઠાણાંઓને પોતાની સાથા ચાતુર્માસની આરાધના કરવા માટે મુંબઈથી બોલાવી લીધા હતા. ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીની તબિયત વિશેષ લથડી, જેથી સમીના ગુરુભક્ત શ્રી સંઘે પાટણથી ડોક્ટર સેવંતીભાઈને બોલાવ્યા, ડોક્ટરે પૂજ્યશ્રીનું શરીર સારીરીતે તપાસ્યું. તેમને જાણવ્યું કે આવી પરિસ્થિતિમાં તો કેસ ખલાસ થઈ જાય છતાં ગુરૂદેવની આત્મસ્ફુર્તિ જોઈ તેઓએ કહ્યું કે ‘આ મહાપુરુષ કઈ રીતે જીવે છે ? એ મારી સમજમાં આવતું નથી. પૂજ્યશ્રીની તબિયત અગાઉ પણ બગડી હતી, ત્યારે મને લાગ્યું હતું કે આ મહાપુરુષ બે-ચાર કલાકમાં દેહ છોડી દેશે પરંતુ એ વાતને આજે લગભગ વર્ષ વીતી ગયું છે. મને ખરેખર આશ્ચર્ય થાય છે. ગુરૂદેવનું તપોબળ અલૌકિક છે. તેઓશ્રીના તપોબળ પાસે મારી વિદ્યા કામ આવે તેમ નથી.' ડોક્ટર ગયા પછી તો પૂજ્યશ્રીને થોડા દિવસમાં આરામ થઈ ગયો. ચાતુર્માસ પૂર્ણ થયે પૂજ્યશ્રી આચાર્યદેવને શાસનદેવના સંકેતાનુસાર શ્રી શંશ્વર મહાતીર્થની યાત્રા કરવાની પ્રબળ ઈચ્છા થઈ. આ ઈચ્છા પોતાના પ્રિય શિષ્યો પં. શ્રી પ્રેમવિજયજી મ. તથા પં. શ્રી સુબોધવિજયજી મહારાજને જણાવી.
પૂજ્યશ્રીએ જણાવેલું : ‘ચાલો શંખેશ્વર, મારે એ મહાતીર્થમાં પંદર દિવસની આરાધના કરવી છે.’
ત્યારબાદ પૂજ્ય ગુરૂદેવે પોતાના શિષ્ય પરિવાર સાથે સમીથી વિહાર કરી શ્રી શંખેશ્વરમાં ધામધૂમપૂર્વક પ્રવેશ કર્યો.
બસ, શંખેશ્વર ગયા બાદ પૂજ્યશ્રી આચાર્ય દેવ પોતાની શુભ ભાવના
શ્રી સુબોધસૂરીજી મ.
૨૨૬