________________
અનુસાર પંદર દિવસની આરાધના પૂરી કરી અને જાણે આ જીવનની આરાધના પણ પૂરી થઈ ગઈ હોય તેમ ૧૬માં દિવસે સવારે પંન્યાસજી શ્રી પ્રેમવિજયજી મહારાજ તથા પંન્યાસજી શ્રી સુબોધવિજયજી મહારાજ આદિ સાથે પ્રતિક્રમણ ખૂબજ ભાવ સાથે કર્યું. પછી પરમાત્મા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શનભક્તિ સભર આત્મિક ઉલ્લાસ પૂર્વક કર્યા. ત્યાર બાદ ગુરૂભક્ત શિષ્યોએ વાપરવા માટે પૂજ્યશ્રીને વિનયપૂર્વક વિનંતી કરી પરંતુ જાણે અનશન ન આદર્યુ હોય....! તેમ તેઓશ્રીએ કહ્યું કે “મારે હજી આરાધના બાકી છે. મારે વિજય મુહુર્ત સાધવાનું છે. આ
જો એમજ થયું. નવકારવાળી ગણતાં ગણતાં પૂજ્ય ગુરૂદેવે પૂર્ણ સમાધિમાં સંવત ૨૦૧૫ના પોષ શુદિ-૩ના બપોરે વિજય મુહૂર્ત આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. ત્યારે ગુરૂદેવના પ્રિય શિષ્યો બંધુ બેલડી ૫. શ્રી પ્રેમવિજયજી મ. તથા પ. શ્રી સુબોધવિજયજી મહારાજ ગુરૂદેવનો વિરહ સહન નકરી શક્યા. બન્ને ચોધાર આંસુએ રડી પડ્યા. તેમને શાંત રાખવા આકરા થઈ પડ્યા હતા.
બંધુ બેલડીને ગુરૂદેવ પ્રત્યે આવો પ્રેમ હતો....આવી ગુરૂભક્તિ હતી.
સંવત. ૨૦૪૭નું ચાતુર્માસ અમદાવાદમાં હતું ત્યારે આ.ભ.શ્રી સુબોધસૂરીજી મહારાજને રાજસ્થાન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે પણ તેમના મુખ પર કોઈ પ્રકારની ચિંતા નહોતી. શરીરનો ગુણધર્મ તેઓ જાણતા હતા અને તેઓ એ પણ જાણી ગયા હતા કે હવે બચી શકાય તેમ નથી. પરંતુ તેમનું મન અતિ પ્રસન્ન હતું. તેમની ભક્તિ અપૂર્વ હતી. જ્યારે તેઓ માગસર સુદ-૧૩ના કાળધર્મ પામ્યા ત્યારે તેમના મુખ પર તેજસ્વીતા પથરાઈ ગઈ હતી.
જૈન શાસનના એક તેજસ્વી તારલાએ વિદાય લીધી હતી. બંધુ બેલડીનો ભાઈ વિખુટો પડી ગયો હતો. આ ભક્તિ સૂરીસમુદાયના સમસ્ત સાધુ-સાધ્વીજી મહારાજાઓ ભારે શોકમય બની ગયા હતા. આ.ભ.પૂ. સુબોધસૂરીજી મ.ના આત્માને કોટિ કોટિ વંદના.
શ્રી સુબોધસૂરીજી મ.
૨૨૭