________________
મહારાજ બાંધવ બેલડી તરીકે જાણીતા થયા. દીક્ષા ગ્રહણ કર્યા પછી મુનિ સુબોધવિજયજી મહારાજે ધાર્મિક અભ્યાસ શરૂ કર્યો, જૈન શાસ્ત્રોનો ગહન અભ્યાસ શરૂ કર્યો. બંધુ બેલડી આચાર્ય ભગવંત પૂ. શ્રી ભક્તિ સૂરીશ્વરજી મહારાજની છાયા બનીને રહ્યાં હતા.
પૂ. મુનિશ્રી સુબોધવિજયજી મહારાજને પંન્યાસ પદવી અમદાવાદમાં સંવત ૨૦૧૦ના મહાસુદ-૫ ના દિવસે એનાયત કરવામાં આવી. અને આચાર્ય પદવી ગોરેગાંવ(મુંબઈ) માં વિ.સં. ૨૦૨૯ના પ્રદાન કરવામાં આવી હતી.
પૂ. આ.ભ. શ્રી સુબોધસૂરીશ્વરજી મહારાજનો સંયમ પર્યાય ૫૯ વર્ષનો રહ્યો હતો. તેમનું આયુષ્ય ૭પનું હતું. વિ.સં. ૨૦૪૭ના માગસર સુદ-૧૩ના અમદાવાદ - ગિરધરનગર ખાતે આ.ભ.પૂ.શ્રી સુબોધસૂરીશ્વરજી મહારાજા કાળ ધર્મ પામ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં ગામોગામથી ભક્તો ઉમટી પડયા હતા અને પાલખીયાત્રામાં જોડાયા હતા. જ્યારે શંખેશ્વરમાં અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી ત્યારે હજારોની આંખો ભીની થઈ ગઈ હતી.
આ.ભ. પૂ. સુબોધસૂરિજી મહારાજ પ્રખર પ્રવચનકાર હતા. તેઓ જ્યારે વ્યાખ્યાન આપતાં ત્યારે દૃષ્ટાંતો આપીને સરળ ભાષામાં જૈન દર્શનની મહાનતા સમજાવતાં. તેમના વ્યાખ્યાનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમણે ગુજરાત સહિત મુંબઈ, પુના, વગેરે સ્થાનો પર ભવ્ય ચાતુર્માસ કર્યા હતા. તેમનો ભક્તગણ વિશાળ પ્રમાણમાં હતો.
આ.ભ.પૂ. સુબોધસૂરીજી મહારાજ ક્રિયા પ્રત્યેનો અનેરો ભાવ જગાડનારા હતા. તેમનું જીવન અનેક લાક્ષણિકતાઓથી સમૃદ્ધ હતું. તેઓનો સ્વાભાવ મિલનસાર અને શાસન પ્રત્યેની શ્રધ્ધા અપૂર્વ હતી. તેઓ સરળ અને ભદ્રિક આત્મા હતા. તેમણે તિથિ ચર્ચામાં ભારે નિપુણતા કેળવી હત. તેઓ ઈતિહાસના જાણકાર હતો.
પૂજ્યશ્રી પાસે ધર્મ અંગેનું માર્ગદર્શન લેવા અનેક લોકો આવતાં. પૂજ્યશ્રી સૌને ધર્મકરણી માટેની સલાહ આપતાં હતા.
પૂજ્ય શ્રી ભક્તિસૂરી સમુદાયના ઉચ્ચ કોટિના આચાર્ય હતા. તપાગચ્છ
શ્રી સુબોધસૂરીજી મ.
૨૨૫