________________
તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા -પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજનો શિષ્ય સમુદાય વિાળ છે. તેઓ શ્રી ની વૈરાગ્યવાણીનું શ્રવણ કરીને અનેક યુવાનો અને બાળકોએ સંયમનો માર્ગ ગ્રહણ કરીને કઠોર મુક્તિનો માર્ગ અપનાવ્યો છે.
પૂજયશ્રી પ્રભુ ભક્તિના પરમ ઉપાસક છે. સૂરિમંત્ર સાધના આદિ માંત્રિક અનુષ્ઠાનોના તેઓ કુશળ આરાધક છે. મંત્રશાસ્ત્રના તલસ્પર્શી મર્મજ્ઞ છે.
દિવસ-રાત પરોપકારમાં તલ્લીન અને આધ્યાત્મિક આરાધનામાં વ્યસ્ત
શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ
૨૨૨