________________
શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મ.
તથા તપોનિધિ જૈનાચાર્ય શ્રી વિજય ભક્તિસૂરીશ્વરજી મ.
પૂ. આ. શ્રી ધર્મસૂરીજી મ. શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ વીરક્ષેત્ર મહુવાના તેજસ્વી રત્ન હતા. જુગારને પાટલેથી વ્યાખ્યાનની પાટને શોભાવી જૈનધર્મ અને જૈન શાસનના જ્યોતિર્ધર બન્યા. શાંતમૂર્તિ પૂ. શ્રી વૃધ્ધિચંદ્રજી મહારાજના તેમના પર મંગળ આશીર્વાદ ઉતરતા જીવન ઉજ્જવલ અને મંગળમય બની ગયું હતું.
વિદ્વાનો તૈયાર કરવાની દીર્ઘ દષ્ટિથી પૂજયશ્રી વિદ્યાના ધામ સમા કાશી (બનારસ) પધાર્યા. તેમણે કાશીમાં પાઠશાળાની સ્થાપના કરી. તેમણે કાશીના બ્રાહ્મણ વિદ્વાનોનો પ્રેમ સંપાદન કર્યો. એ વખતે કાશીના મહારાજા પણ આ. પૂ. શ્રી ધર્મસૂરીજી મ. ના સુધાભર્યા પ્રવચનોથી પ્રભાવિત થયા. પૂજયશ્રીએ સમેતશિખર - કલકત્તામાં પણ અહિંસાનો સંદેશ પહોંચાડ્યો. વિદ્વાન શિષ્યો આવીને મળ્યા. આ શિષ્યોએ પણ ધર્મ પ્રભાવના, સાહિત્ય પ્રચાર, સમાજઉત્થાન અને શિક્ષણ પ્રચાર માટે અવિરત કાર્ય કરી પૂજયશ્રીના નામને યશસ્વી બનાવ્યું.
પૂ.આ.શ્રી ધર્મસૂરીજી મહારાજને પ.પૂ. મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહરાજ પ્રત્યે ખૂબજ ભક્તિભાવ હતો. શ્રીમદ્ યશોવિજયજી મહારાજે વિદ્યાભ્યાસ માટે ઘણો સમય કાશીમાં પસાર કર્યો હતો. તેઓશ્રીએ ગંગા કિનારે સાધના કરીને માતા સરસ્વતીદેવીને પ્રસન્ન કર્યા હતા. કાશીના પંડિતોએ તેઓશ્રીને ‘જ્ઞાન વિશારદ’ અને ‘ન્યાયાચાર્ય ની પદવીઓથી વિભૂષિત કર્યા હતા.
પૂજયશ્રીએ ૧૧૦ અદ્વિતીય ગ્રંથોની રચના કરી હતી. ઉપાધ્યાય
આ. પૂ. શ્રી ધર્મસૂરીજી મ.
૨૦૯