________________
આવીને વસ્યા હતા. તેઓ મૂળ દુંદાડાના નિવાસી છે. પૂજયશ્રી પ્રેમસૂરિશ્વરજી મ.સા. નો જન્મ વિ.સં. ૧૯૭૬ ફાગણ સુદ-૧૫ (ધૂળેટી)ના દિવસે વિજયનગરમાં થયો હતો. પરંતુ બાળપણે મહેસાણામાં વિત્યું. ત્યાં તેઓ મહેસાણાની જૈન પાઠશાળામાં દરરોજ જતા હતા.
એકવાર પ.પૂ. વૈરાગ્યવારિધિવર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબ બાળકોની પરીક્ષા લેવા માટે પધાર્યા. ત્યાં જ આ ઝવેરીએ હીરાને પારખી લીધો, જૈન શાસનના એક અણમોલ રત્ન નજરે પડતાં જ પૂ. ભક્તિસૂરિજી મ. ની આંખો ચમકી ઊઠી. તે દિવસ પૂ. આ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મ. માટે એક યાદગાર મહોત્સવનો દિવસ બની ગયો. આચાર્ય ભગવંતે તેમનામાં યોગ્ય સુપાત્રના તમામ ગુણો નિહાળી લીધા હતા. ગુરૂ ઉચિત અને યોગ્ય શિષ્યોને શોધતા હોય છે. અને અસલી રત્ન જેવા શિષ્યને પ્રાપ્ત કરીને તે પણ ધન્યતાનો અનુભવ કરે છે.
આવા શિષ્ય હતા પન્નાલાલભાઈ.
દીક્ષા નક્કી થઈ, પણ બાલ દીક્ષા પ્રતિબંધનો કાયદો ગાયકવાડ સરકારે કર્યો હતો, કેટલાક વિરોધીઓએ દીક્ષા અટકાવવાનો વિચાર કર્યો, પણ તેમને
ક્યાં ખબર હતી કે આ નાનકડી જયોતિ દેદીપ્યમાન સૂર્ય બનવા જઈ રહી છે ! તે કેવી રીતે રોકાઈ શકે? મહેસાણામાં દીક્ષાનો મહોત્સવ થયો અને વિ.સં. ૧૯૮૭. અષાઢ વદ છઠ્ઠના અમદાવાદમાં દીક્ષા થઈ.
૫.પૂ. આગમોદ્ધારક આચાર્ય પ્રવર શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે સંયમ યાત્રાનો શુભારંભ થયો.
પૂ. સાગરાનંદસૂરીજી મહારાજે પૂછયું: ‘બેટા પન્નાલાલ, તારું સાધુ નામ શું રાખવું?”
પન્નાલાલ બોલ્યો: “પ્રેમ વિજય” બસ તે જ નામ રાખવામાં આવ્યું. દીક્ષા અંગીકાર કરનાર દીક્ષાર્થી કદી પોતાનું નામ પસંદ કરી શકતા નથી. પણ પૂજ્યશ્રીએ પોતાનું નામ પોતેજ પસંદ કર્યું હતું. હોનહારોની એ જ વિશેષતા હોય છે. નામની પાછળ ઘણીવાર મહાન સંકેત હોય છે. સમગ્ર જગતને વૈરભાવ,
શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ
૨૧૮