________________
શ્રી કંસારી પાર્શ્વનાથ
શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ ખંભાતના ખારવાડામાં આવેલું છે. મુંબઈના સાંતાક્રુઝમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે. હાલ ખંભાતમાં ૬૦ ઉપરાંત જિનાલયો છે. તેમાંથી ખારવાજામાંજ સાત જિનાલયો છે. ખંભાતના જિનબિંબો પ્રાચીન છે. ખંભાતના જ્ઞાનભંડારો આજે પણ સચવાયેલાં છે.
| શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં પંચાણુંમી દેવકુલિકામાં શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા બિરાજમાન છે.
ખંભાતના ખારવાડામાં શ્રી કંસારી પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે. સુંદર, કલાત્મક પરિકરથી પરિવૃત શ્રી કંસારી પાર્શ્વનાથની પ્રતિમા શ્વેત વર્ણની છે. પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૨ ઈંચ અને પહોળાઈ ૧૨ ઈંચની છે. ખંભાતથી ઈશાન ખૂણામાં દોઢ કિ.મી. ના અંતરે આવેલું ગામ કંસારી એ સમયમાં જૈનોનું મહત્વનું ધર્મ - આસ્થાનું કેન્દ્ર હતું.
કંસારીમાં શ્રી ભીડ ભંજન પાર્શ્વનાથનું જિનાલય તીતયાત્રાના ધામ સમું હતું. પહેલાં આ પરમાત્મા કંસારીમાં જ બિરાજમાન હતા.
સમયના વહેણ સાથે કંસારી ગામમાં જૈનોની વસ્તી નામશેષ થઈ ત્યારે શ્રી ભીડભંજન પાર્શ્વનાથને કંસારીથી ખંભાત લાવવામાં આવ્યા અને ખારવાડામાં એક નૂતન જિનાલયમાં પ્રભુજીને ગાદીનશીન કરવામાં આવ્યા.
આ તીર્થની વિખ્યાતિ સૈકાઓથી છે. પ્રભુની પ્રભાવકતાના અનેક ઉલ્લેખો ઉપલબ્ધ છે. કંસારીથી ખંભાત લાવવામાં આવેલ શ્રી ભીડભંજન પાર્શ્વનાથને પછી સૌ “શ્રી કંસારી પાર્શ્વનાથ” કહેવા લાગ્યા.
= “શ્રી કંસારી પાર્શ્વનાથ’ વિષેના સ્તવનો તથા રચનાઓ અનેક મુનિ ભગવંતો તથા કવિઓએ લખ્યાં છે. તેના પરથી આ તીર્થની પ્રાચીનતાની જાણકારી મળે છે.
શ્રી ક્સારી પાર્શ્વનાથ
૮૯