________________
શ્રી હમીરપુરા પાર્શ્વનાથ
રાસ્થાનના સિરોહી જીલ્લાના મીરપુર ખાતે શ્રી હમીરપુરા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે. સાંતાક્રુઝ (મુંબઈ) ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથજી જિનાલયની ભમતીમાં શ્રી હમીરપુરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
સિરોહી રોડ સ્ટેશનથી ૩૭ કિ.મી. ના અંતરે હમીરપુરા તીર્થ આવેલું છે. જ્યારે આબુરોડથી આ તીર્થ ૬૦ કિ.મી.ના અંતરે તથા શિરોહી શહેરથી ૧૫ કિ.મી. ના અંતરે આ તીર્થધામ આવેલ છે. અહીંથી નજીકમાં પડતાં તીર્થ સ્થળો કોલરગઢ, દીયાણા, લોટાણા, બ્રાહ્મણવાડા, નાંદિયા, જીરાવલા વગેરે છે. આ તીર્થધામમાં આવેલ જિનાલયોની શિલ્પકલા પ્રાચીન હોવા છતાં કલાકારીગરીનો સર્વોત્તમ નમૂનો છે. દર વર્ષની કારતકી પુનમ, પોષ દશમી અને ચૈત્રી પુનમના મેળા ભરાય છે. ધર્મશાળાની સગવડ છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી હમીરપુરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
કલાત્મક પરિકરથી પરિવૃત શ્રી હમીરપુરા પાર્શ્વનાથજીની પ્રતિમા અત્યંત દર્શનીય છે. શ્વેત પાષાણની, પદ્માસનસ્થ અને પંચફણાથી અલંકૃત આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૭ ઈંચ અને પહોળાઈ ૨૩ ઈંચની છે. મીરપુર તીર્થમાં ચાર જિનાલયો પ્રાચીન છે. તેમાંથી માત્ર બે જિનાલયોમાં જ પ્રતિમાજી છે. જિનાલયોને ફરતે ડુંગરાઓ છે. વિ.સં. ૮૦૮માં દેવડા હમીરે આ નગર વસાવ્યું હતું. તેના નામ પરથી હમીરપુર નામથી આ નગર જાણીતું થયું. હમીરના ઘેર દેવીનું આગમન થવાથી તેના વંશજો દેવડા કહેવાયા. આ વિસ્તારમાં ૧૨-૧૩માં સૈકા પહેલાં દેવડા રાજપૂતોની વસ્તી હોવાના પ્રમાણો છે. અહીં “હમીરગઢ’ નામનો મજબૂત કિલ્લો પણ હતો. બારસો વર્ષથી વધારે પ્રાચીન આ ગામમાં જિનાલયોનું નિર્માણ ક્યારે અને કોના દ્વારા થયું તેના ઉલ્લેખો મળતાં નથી.
વિક્રમ સંવત ૧૫૩૭માં પાર્જચંદ્રગચ્છના આચાર્ય ભગવંત શ્રી પાર્જચંદ્રસૂરિશ્વરજી મહારાજનો જન્મ હમીરપુરમાં થયો હતો. વિક્રમ સંવત ૧૫૭૬માં આચાર્ય ભગવંત શ્રી સૌભાગ્યનંદસૂરિશ્વરજી મહારાજે અહીં મૌન
શ્રી હમીરપુરા પાર્શ્વનાથ
૧૭૫